Afghanistan vs Pakistan; અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતીને લઇને નિર્ણય કરાયો,વન ડે સિરીઝ ટાળી દેવાઇ
અફઘાનિસ્તાનમાં હાલમાં પરિસ્થીતી વિકટ છે. આવા સમયે હવે અફઘાનિસ્તાન ક્રિકેટનુ ભવિષ્ય પણ પ્રભાવિત થઇ રહ્યુ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વન ડે શ્રેણી ટાળી દેવામાં આવી છે. આ સિરીઝનો પ્રારંભ 3 સપ્ટેમ્બરે શ્રીલંકામાં થનારો હતો. શ્રીલંકા ના હંમ્બનટોટા શહેરમાં રમાનારી આ સિરીઝનુ આયોજન હાલમાં સ્થગીત કરી દેવામાં આવ્યુ છે. જે હવે આગામી વર્ષે આયોજીત થાય તેવા સંકેત નજર આવી રહ્યા છે.બંને દેશોના ક્રિકેટ બોર્ડની સહમતિ બાદ સિરીઝને સ્થગીત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સિરીઝને ફરી થી શરુ થવા અંગે પણ અનિશ્વિતતા મનાઇ રહી છે. હાલમાં આ દ્રીપક્ષીય સિરીઝ અંગે તારીખોને લઇને કોઇ વિચાર કરવમાં આવ્યો નથી. પાકિસ્તાન સામેની આ વન ડે સિરીઝને અફઘાનિસ્તાનની ઘરેલુ સિરીઝના રુપમાં જોવામાં આવી રહી છે.વર્તમાન પરિસ્થીતીઓને લઇને અફઘાનિસ્તાનમાં ખેલાડીઓની માનિસક અસ્થિીરતા આ સિરીઝને લઇને ટાળવાનુ મોટુ કારણ છે. જેને લઇને બંને દેશના બોર્ડ સિરીઝને ટાળી દેવા માટે એકમત થયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના CEO હામિદ શિનવારી એ એક મીડિયા રિપોર્ટસમાં કહ્યુ હતુ, તે પાકિસ્તાન થી સિરીઝ રમવા ઇચ્છતા હતા. જોકે અફઘાનિસ્તામાં સર્જાયેલી વર્તમાન સ્થિતીને જોતા તેને ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. આ મુશ્કેલ સ્થિતીમાં શ્રીલંકામાં રવાના થવુ આસાન નહોતુ. તેમજ અમારા ખેલાડીઓ પણ તે માટે તૈયાર નહોતા.અફઘાનિસ્તાન પર તાલિબાન (Taliban) ના કબ્જા બાદ કાબુલથી કોઈ કોમર્શિયલ ફ્લાઈટ ઉપડતી નથી. આ સિવાય કોરોનાના વધતા જતા કેસોને જોતા શ્રીલંકાએ શુક્રવારે 10 દિવસના લોકડાઉનની પણ જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાંસ અફઘાનિસ્તાનની ટીમે પહેલા બાય રોડ પાકિસ્તાન, ત્યાંથી દુબઈ અને પછી કોલંબો જવાનું હતું. પરંતુ કોરોના પ્રોટોકોલની દ્રષ્ટિએ આવો મુશ્કેલ માર્ગ અપનાવવો મોટો પડકાર હતો.