અવની લેખરાએ 50 મીટર રાઇફલ શૂટરમાં બ્રોન્ઝ જીત્યો, પેરાલિમ્પિક્સમાં ભારતનો 12 મો મેડલ

0
34
50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં શૂટર અવની લેખરાએ (Avani Lekhara) બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે આ પેરાલિમ્પિક્સમાં ભારતના નામે ટોટલ 12 મેડલ્સ થયા છે.
50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં શૂટર અવની લેખરાએ (Avani Lekhara) બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે આ પેરાલિમ્પિક્સમાં ભારતના નામે ટોટલ 12 મેડલ્સ થયા છે.

ટોક્યો પેરાલિમ્પિકમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં મેડલ જીત્યા બાદ અવની લેખરાએ શૂટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની ટી-64 માં પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં નવા એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ અવની લેખરાએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભારત માટે 12 મો મેડલ જીત્યો છે. આ ઉપરાંત બેડમિન્ટનના મિક્સ્ડ ડબલ્સમાં પલક કોહલી અને પ્રમોદ ભગત સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય તીરંદાજ હરવિંદર સિંહ પુરુષોની રિકર્વ ઓપન એલિમિનેશન તીરંદાજીમાં આગલા રાઉન્ડમાં પહોંચી ગયા છે. સુહાસ એલ. યથીરાજ બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL-4 મેચમાં પણ આગલા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જ્યારે પ્રાચી કેનો સ્પ્રિન્ટની મહિલા સિંગલ્સની 200 મીટર VL-2 ઇવેન્ટમાં મેડલ ચૂકી ગઇ હતી.ટોક્યો પેરાલિમ્પિક્સમાં દેશનું પ્રથમ ગોલ્ડ જીતનાર જયપુરની અવનીએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે એક ઓલિમ્પિક કે પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે. દેવેન્દ્ર ઝાઝરિયાએ પેરાલિમ્પિક્સમાં ત્રણ મેડલ જીત્યા છે, જ્યારે સુશીલ કુમારે ઓલિમ્પિક કુસ્તીમાં બે મેડલ અને બેડમિન્ટનમાં પીવી સિંધુ બે મેડલ જીતી છે.2012માં અવનીને મહાશિવરાત્રીના દિવસે અકસ્માત થયો હતો, જેના કારણે તેને લકવો થયો હતો. પછી તે સંપૂર્ણપણે હિંમત હારી ગઈ હતી. પોતાના રૂમની બહાર પણ નીકળતી ન હતી. પણ અવનીના પરિવારે તેને હિંમત આપી. માતાપિતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અવની હવે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહી છે. આજે તે ફરીથી મેડલ માટે મેદાનમાં ઉતરી છે. અવની ટૂંક સમયમાં જ ટોક્યોમાં 50 મીટર એર રાઇફલ મહિલા સ્પર્ધામાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે ટ્વીટ કર્યું- પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા પર પ્રવીણ કુમાર પર ગર્વ છે. આ મેડલ તેમની મહેનત અને અપ્રતિમ સમર્પણનું પરિણામ છે. તેમને અભિનંદન. તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ…