અમદાવાદમાં 10.5 ડિગ્રી, ગાંધીનગર 8.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

0
10
રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો 5 ડિગ્રીની આસપાસ જાય તેવી પણ શક્યતાઓ
રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો 5 ડિગ્રીની આસપાસ જાય તેવી પણ શક્યતાઓ

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં ફરી ગાત્રો થિજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસ રાહત બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થતાં લોકો ઠુંઠવાઈ ગયા છે. અમદાવાદનું તાપમાન ઘટીને 10.5 ડિગ્રી પર સ્થિર રહેતાં પરોઢે અને રાત્રે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. 8.7 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજી એક અઠવાડિયા સુધી ઠંડીનો માહોલ રહેશે. ત્યાર બાદ લોકોને ઠંડીથી રાહત મળશે.

અઠવાડિયા સુધી ઠંડીનો અહેસાસ થશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી હજી એક સપ્તાહ માટે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. રવિવારથી લઘુતમ તાપમાન 2થી ત્રણ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. તે ઉપરાંત રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો 5 ડિગ્રીની આસપાસ જાય તેવી પણ શક્યતાઓ છે.રાજસ્થાનના હિલસ્ટેશનમાં વાતાવરણ હવે ધીમેધીમે સામાન્યવત બની રહ્યુ છે.છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાન પાંચ ડીગ્રી પર અટક્યુ છે.દિવસ દરમ્યાન તાપમાનનો પારો ર3 ડીગ્રીએ પહોંચતા ઠંડીમાં રાહત અનુભવાઈ છે. આકાશમાં વાતાવરણ પણ સ્વચ્છ રહેતા આજે સહેલાણીઓ સનસેટ પોઈન્ટ પર આનંદભેર અનુભુતિ કરી હતી.તે ઉપરાંત અચલગઢ અને ગુરૂશિખર પર દિવસ દરમ્યાન સામાન્ય ઠંડા પવનની અસર રહી હતી.ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ઉત્તર-પૂર્વિય ઠંડા પવન ફૂંકાવાના કારણે 24 કલાકમાં ઠંડીનું પ્રમાણ પોણા 7 ડિગ્રી જેટલું વધ્યું હતું. જેને લઇ 5 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. બીજી બાજુ દિવસનું તાપમાન અડધા ડિગ્રીની વધ-ઘટના કારણે ગરમીનો પારો 27.1 થી 28.5 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, 24 કલાક ઠંડીની આ સ્થિતિ રહેવાની સંભાવના છે.