ટ્વિટરે ભારતીય મૂળના પરાગ અગ્રવાલને તેમના CEO બનાવ્યા છે. તેમને સીઈઓ બનાવવાના નિર્ણયની ટેસ્લાના CEO એલન મસ્કે વખાણ કર્યાં છે. સ્ટ્રાઈપ કંપનીના CEO અને કો-ફાઉન્ડર પેટ્રિક કોલિસનના ટ્વિટર પર એલન મસ્કે રિપ્લાય કરતાં લખ્યું છે કે ભારતીય ટેલન્ટને કારણે અમેરિકાને ઘણો ફાયદો થયો છે.
કોલિસને કહ્યું, ભારતીયોની સફળતા શાનદાર
પેટ્રિક કોલિસને પરાગ અગ્રવાલને શુભેચ્છા આપતાં લખ્યું છે કે ગૂગલ, માઈક્રોસોફ્ટ, અડોબી, IBM, પોલો આલ્ટો, નેટવર્ક્સ અને હવે ટ્વિટરના CEO ભારતમાં ભણીને મોટા થયા છે. ટેકની દુનિયામાં ભારતીયોની આશ્ચર્યજનક સફળતા જોઈને ખુશી થઈ રહ્યા છે. પરાગને શુભેચ્છા.
શ્રેયા ઘોષાલે કહ્યું- અમને તમારી સફળતા પર ગર્વ છે
સિંગર શ્રેયા ઘોષાલે પણ પરાગ અગ્રવાલને શુભેચ્છા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે પરાગને ઘણી શુભેચ્છા, અમને તમારા પર ગર્વ છે. આજે અમારા માટે મોટો દિવસ છે, અમે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.
દુનિયાની ઘણી મોટી કંપનીમાં ભારતીય મૂળના સીઈઓ છે. માઈક્રોસોફ્ટમાં સત્યા નડેલા, ગૂગલની પેરન્ટ કંપની અલ્ફાબેટમાં સુંદર પિચાઈ, અડોબમાં શાંતનુ નારાયણ, IBMમાં અરવિંદ કૃષ્ણા, VMWareમાં રઘુરામ પછી હવે ટ્વિટરમાં પરાગ અગ્રવાલને સીઈઓ બનાવવામાં આવ્યા છે.
શ્રેયા ઘોષાલ સાથેની ટ્વીટ વાઇરલ થઈ
પરાગ બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલના બાળપણના મિત્ર છે. તેઓ ઘણી વખત શ્રેયાને મસ્ત ટ્વીટ કરે છે. એક ટ્વીટ તેમણે 30 મે 2011માં કર્યું હતુિં, જે હવે ઘણી વાઇરલ થઈ છે. એમાં તેણે શ્રેયાના એક ટ્વીટનો જવાબ આપતાં લખ્યું છે કે શ્રેયા ઘોષાણ લોંગ ડ્રાઈવ પર તારી હંમેશાં યાદ આવે છે…બીજુ શું ચાલે છે?