Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીનો IPO 10મી ડિસેમ્બરે ખુલશે

0
20
આઈપીઓ મારફતે કંપની 295 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડશે, જ્યારે કંપનીના વર્તમાન પ્રમોટર્સ 2.145 કરોડ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ માટે મૂકશે.
આઈપીઓ મારફતે કંપની 295 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડશે, જ્યારે કંપનીના વર્તમાન પ્રમોટર્સ 2.145 કરોડ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ માટે મૂકશે.

મુંબઈ: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડ નો આઈપીઓ (IPO) 10મી ડિસેમ્બરના રોજ ખુલશે. આઈપીઓ 14મી ડિસેમ્બરના રોજ બંધ થશે. ભારતીય શેર બજારમાં 22મી ડિસેમ્બરના રોજ આઈપીઓની લિસ્ટિંગ થાય તેવી શક્યતા છે. આઈપીઓ મારફતે કંપની 295 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડશે, જ્યારે કંપનીના વર્તમાન પ્રમોટર્સ 2.145 કરોડ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ માટે મૂકશે. ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની નવા સ્ટોર ખોલવા માટે કરશે.મેટ્રોલ બ્રાન્ડ ભારતમાં સૌથી મોટી ફૂટવેર સ્પેશિયાલિટીમાંની એક છે, તેમજ ફૂટવેર શ્રેણીમાં ઝડપથી આગળ વધી રહેલા ભારતીય બ્રાન્ડ્સમાં સામેલ છે. 30 સપ્ટેમ્બર 2021 સુધી કંપનીના ભારતના 30 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના 136 શહેરમાં 598 સ્ટોર છે. કંપની મેટ્રો, મોચી, દા વિન્ચી અને જે. ફોન્ટિસ જેવી પોતાની બ્રાન્ડ્સની સાથે સાથે ફૉક્સ, સ્કચર્સ, ક્લાર્ક્સ, ફ્લોસીમ અને ફિટફ્લૉપ જેવી થર્ડ પાર્ટી બ્રાન્ડ્સના માધ્યમથી ફૂટવેર વેચે છે.સપ્ટેમ્બર ત્રિમામિક દરમિયાન કંપનીને કુલ 489.27 કરોડ રૂપિયાની આવક થઈ હતી, એક વર્ષ પહેલા કંપનીની આવક 228.05 કરોડ રૂપિયા હતી. ત્રિમાસિક દરમિયાન કંપનીને કુલ 43.09 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કંપનીને 41.43 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં ત્રીજા સૌથી મોટા ભાગીદાર છે. રેખા ઝુનઝુનવાલા મેટ્રો બાન્ડ્સમાં 14.73 ટકા ભાગીદારી ધરાવે છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ આ કંપનીમાં 83.99 ટકા ભાગીદારી ધરાવે છે.રેટગેન આઈપીઓ (RateGain IPO) રોકાણકારો માટે સાતમી ડિસેમ્બરના રોજ ખુલશે. આઈપીઓ 9મી ડિસેમ્બરના રોજ બંધ થશે. રેટગેન આ આઈપીઓ મારફતે 1335.74 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. રેટગેન એક સૉફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર કંપની છે, જે ખાસ કરીને ટ્રાવેલ અને હૉસ્પિટાલિટી સેક્ટર (travel and hospitality industry)માં સેવા આપે છે. આઈપીઓ મારફતે કંપની 375 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે 960.74 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ માટે હશે.