
આણંદ જિલ્લાની સાત વિધાનસભાના અંદાજિત ૧૭.૨૨ લાખ મતદારોને નવી મતદાર યાદી બનાવવાની કામગીરી ચાર નવેમ્બરથી શરૂ છે. આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત હસ્તકનની ૯૯૦ શાળા,૨૬૦ ગ્રાન્ટેડ, બિન ગ્રાન્ટેડ શાળાઓના ૪ હજારથી વધુ શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં હાલ ૬ હજાર શિક્ષકોનું મહેકમ છે. જેમાં ૪ હજાર શિક્ષકોને એસઆઇઆરની કામગીરી કરવાનો આદેશ કરાયો છે. ૪,૦૦૦ પૈકી ૨૫૦૦ મહિલા કર્મચારીનો સમાવેશ થયો છે. જિલ્લા પંચાયત હેઠળ અંદાજિત ૯૫ હજાર અને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડના ૩૫ હજાર કુલ મળી ૧.૩૦ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ફ્રેબુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. જેથી શિક્ષકોને વધુ એક જવાબદારી આપી શકે છે. જિલ્લામાં હાલમાં દરેક શાળામાં માત્ર બે જ શિક્ષક હાજર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. બંને શિક્ષકો ૧૧થી પાંચ વાગ્યા દરમિયાન બાળકોને સાચવાની કામગીરી કરી શક્યતા હોય છે. અભ્યાસની કામગીરી કરવા વાળા શિક્ષકો મતદાર યાદીમાં જોડાયા હોવાથી હવે તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડી રહ્યું છે. મતદાર યાદીની કામગીરીના કારણે બીએલઓ માનસિક રીતે દબાણ અનુભવી રહ્યાં છે. બીએચઓને ટાર્ગેટ પૂર્ણ કરવા માટે યેન કેન પ્રકારે ઠપકો પણ આપવામાં આવી રહ્યો છે. જેથી બીએસઓ કંટાળી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો શહેરીજનોને લોભામણાં વચન તો આપે છે પણ પુરા કરી શકતા નથી. ચાર વર્ષ અગાઉ શહેરના 48 વોર્ડમાં 99 સિમેન્ટના રોડ બનાવવા જાહેરાત કરાઈ હતી. 4 વર્ષના અંતે માત્ર 37 રોડ જ બનાવી શકાયા છે. કોટ વિસ્તારને તંત્ર અને શાસકોએ ઠેંગો બતાવતા ખાડીયા વોર્ડમાં એક માત્ર સિમેન્ટનો રોડ બની શકયો છે. કુલ 99 સિમેન્ટના રોડ વિવિધ વિસ્તારમાં 418 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવા જાહેરાત કરાઈ હતી.વર્ષ 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનના સાાધારી પક્ષના હોદ્દેદારોએ બેંગલુરૂની પેટર્ન મુજબ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સિમેન્ટના રોડ બનાવવાનો નિતી વિષયક નિર્ણય વર્ષ 2021-22ના વાર્ષિક અંદાજપત્રમાં ઠરાવ કરીને લીધો હતો. જે કોટ વિસ્તારના કારણે અમદાવાદને આઠ વર્ષ પહેલા વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો યુનેસ્કો દ્વારા આપવામા આવ્યો હતો. તે પૈકી એક માત્ર ખાડીયા વોર્ડમાં આવેલા જયેન્દ્ર પંડિત નગરમાં સિમેન્ટનો રોડ થોડા સમય પહેલા બનાવાયો હોવાનુ ખાડીયાના કોર્પોરેટરો તરફથી જાણવા મળ્યું છે.


