ભારતીય સેનાનાશિમલા ટ્રેનિંગ કમાન્ડ શિમલા હેડક્વાર્ટરે લોઅર ડિવિઝન ક્લર્ક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2021 છે. નોટિફિકેશન મુજબ, ક્લર્ક પદ માટે ઓછામાં ઓછું ધોરણ-12 હોવું જરૂરી છે. જ્યારે MTS પદ માટે ધોરણ-10 પાસ યોગ્યતા માંગવામાં આવી છે.બંને પદો માટે ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમમુજબ મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટ મળશે. ક્લર્ક અને એમટીએસ પદો પર યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે.