જોધપુર : કિશોરી પર દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા આસારામ કોરોનાથી સંક્રમિત થયા છે. જોધપુર જેલમાં લેવાયેલું તેમનું સેમ્પલ પોઝિટિવ આવ્યું છે. મોડી રાતે તાવ આવવાથી અને ઓક્સિજન લેવલ ઘટ્યા પછી તેમને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.હોસ્પિટલમાં લઈ જવાયા એ પહેલા જ ત્યાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરાયા હતા. આસારામને હોસ્પિટલે લઈ જવાની માહિતી મળતા જ કેટલાક સમર્થકો ત્યાં પહોંચી ગયા છે. પરંતુ પોલીસે કોઈને અંદર જવા ન દીધા. હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે વ્હીલચેર પર આસારામ ખૂબ થાકેલા નજરે પડ્યા હતા. તેમનું વજન પણ ખૂબ ઓછું થઈ ગયું છે.જોધપુર જેલમાં કેટલાક કેદીઓ સંક્રમિત થયા પછી તકેદારીના ભાગરૂપે આસારામનું પણ સેમ્પલ લેવાયું હતું. રિપોર્ટ અનુસાર આસારામ પણ કોરોના પોઝિટિવ છે. જેના પછી જેલમાં જ આસારામનો ઈલાજ કરવામાં આવ્યો. રાતે તાવ આવવાથી અને ઓક્સિજન લેવલ ઘટ્યા પછી આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયોઆસારામ પર ગુરૂકૂળમાં ભણતી એક કિશોરીએ આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ના રોજ આસારામે જોધપુરની નજીક મણાઈ ગામમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. 20 ઓગસ્ટ, 2013ના રોજ તેણે દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં આસારામની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોધપુરનો મામલો હોવાથી પોલીસે એફઆઈઆર કરીને તપાસ માટે તેને જોધપુર મોકલી. જોધપુર પોલીસે આસારામ વિરુદ્ધ કિશોરી સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધીજોધપુર પોલીસ 31 ઓગસ્ટ, 2013ના રોજ ઈન્દોરથી આસારામને ધરપકડ કરીને જોધપુર લાવી હતી. તેના પછીથી આસારામ જોધપુર જેલમાં જ કેદ છે.