Wednesday, March 11, 2026

Aksheshkumar Savaliya

spot_img

ગોદરેજ એગ્રોવેટે મહારાષ્ટ્રમાં કપાસ ઉગાડતા નવ જિલ્લામાં 5,000થી વધુ મહિલા ખેડૂતોને સશક્ત કરવા મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન સાથે હાથ મિલાવ્યા

અગ્રણી એગ્રી-બિઝનેસ કંપની ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે (Godrej Agrovet) આજે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (MSRLM-UMED) સાથે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ ખેડૂતોને સશક્ત બનાવવાનો અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આ સહયોગ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026ના વર્ષને “આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ” (IYWF 2026) તરીકે મનાવવાના સંદર્ભ સાથે જોડાયેલો છે, જે કૃષિ-આહાર પ્રણાલિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે અને જાતિય અંતરને ઘટાડવા તેમજ આજીવિકાને મજબૂત બનાવવા માટે પગલાં લેવા આહ્વાન કરે છે. ત્રણ વર્ષીય આ ભાગીદારી હેઠળ સ્વ-સહાય જૂથો (SHGs) અને મહિલા ખેડૂતોને ગુડ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસ (GAP) (સારી કૃષિ પદ્ધતિઓ) અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ (IPM) અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેના દ્વારા ખેતીની ઉત્પાદનક્ષમતા વધશે અને મજબૂત તથા સ્થાયી આજીવિકા ઊભી થશે. કાર્યક્રમના પ્રથમ વર્ષમાં કપાસ ઉગાડતા મહારાષ્ટ્રના નવ મહત્વપૂર્ણ જિલ્લા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં નાગપુર, અમરાવતી, યવતમલ, વાશિમ, પરભાની, જલગાંવ, બીડ, અકોલા અને નાંદેડનો સમાવેશ થાય છે. આ તબક્કામાં 5,000થી વધુ મહિલા ખેડૂતો અને 50,000 એકરથી વધુ ખેતી જમીન આવરી લેવામાં આવશે, તેમજ દરેક જિલ્લામાં 100 સ્વ-સહાય જૂથોને જોડવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં આ પહેલને વિસ્તારીને સમગ્ર મહારાષ્ટ્રમાં 5,000થી વધુ સ્વ-સહાય જૂથોને સહાય આપવાની યોજના છે, તેમજ કપાસની સાથે મકાઈ અને અન્ય પાકો સુધી તેનો વિસ્તાર કરવાની તૈયારી છે. આ એમઓયુ હેઠળ, ગોદરેજ એગ્રોવેટ MSRLM-UMED સાથે મળીને GAP, IPM અને સલામતી સંબંધિત પ્રથાઓ પર તાલીમ વર્કશોપનું આયોજન કરશે, ખેડૂત ક્ષેત્ર શાળાઓ અને પ્રદર્શન શિબિરો ગોઠવશે તેમજ સેફ્ટી કિટ્સનું વિતરણ કરશે. MSRLM-UMED તેના સ્વ-સહાય જૂથો અને કૃષિ સખી નેટવર્ક મારફતે ખેડૂતોને જોડવાની અને સંકલન કરવાની ભૂમિકા ભજવશે, જ્યારે ગોદરેજ એગ્રોવેટ આ કાર્યક્રમને નાણાંકીય સહાય અને અમલીકરણ પૂરું પાડશે. આ ભાગીદારી અંગે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (MSRLM-UMED)ના સીઇઓ શ્રી નિલેશ સાગરે (આઈએએસ) જણાવ્યું હતું કે, “આજનો એમઓયુ અમારી ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાના મિશન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, જેમાં પાયાના સ્તરની સંસ્થાઓને મજબૂત બનાવવી અને તેમની આજીવિકા વધારવાનું મુખ્ય લક્ષ્ય છે. અમારા વ્યાપક નેટવર્ક અને ગોદરેજ એગ્રોવેટની નિપુણતાનો લાભ લઈને, અમારો આશય એ છે કે મહિલા ખેડૂતોને વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન પદ્ધતિઓથી સજ્જ કરી શકાય, જેથી તેઓ પોતાની ખેતી વધુ અસરકારક રીતે સંચાલિત કરી શકે અને ગ્રામીણ મહારાષ્ટ્રના સામાજિક-આર્થિક માળખાને મજબૂત બનાવી શકે.”

સૌથી નાની ઉંમરના ભાજપ અધ્યક્ષ બન્યા નીતિન નવીન

ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન નવીન મંગળવારે ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો પદભાર સંભાળશ. આ ક્ષણ સત્તાપક્ષના સંગઠનાત્મક નેતૃત્વ માટે એક મહત્વની ક્ષણ હશે. વડાપ્રડાન...

 ગુણકારી  ખજૂર પોષક તત્વોથી ભરપુર

ખજૂરને મોટા ભાગે કુદરત ની મીઠાઇ કહેવામાં આવે છ.ે ખજૂર પોષક તત્વોથી ભરપુર હોય છે અને દરેક વયના લોકો માટે તે એક ઉત્તમ આહાર...

સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246,  નિફટી ૧૦૯ પોઈન્ટ ગબડીને ૨૫૫૮૫

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ગ્રીનલેન્ડને કબજે કરવા મામલે યુરોપના દેશોએ સપોર્ટ નહીં આપતાં અને બીજી તરફ નોબલ પારિતોષિક નહીં મળતાં પોતે વિશ્વ શાંતીના...

ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે

ભારતીય વાયદા બજાર (MCX) માં મંગળવારે, 20 જાન્યુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે....

આ મકરસંક્રાંતિમાં નિક ગુજરાત ટુરીઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખાતે ચીકુ અને બંટી સાથે આકાશ પર રાજ કરે છે

ગુજરાત ટુરીઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ સાથે નિકની ભાગીદારીને કારણે રંગ, પરંપરા અને તહેવારના જોશ સાથે અમદાવાદ રિવરફ્રન્ટ જીવંત બની ગયો હતો. આકાશ હજારો સ્વર્ણિમ...

30 હજાર કરોડના સંપત્તિ વિવાદમાં કરિશ્મા કપૂરને નોટિસ

એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની 30 હજાર કરોડની સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદે ફરી એકવાર નવો વળાંક લીધો છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img