Friday, October 16, 2026
HomeMumbai30 હજાર કરોડના સંપત્તિ વિવાદમાં કરિશ્મા કપૂરને નોટિસ

30 હજાર કરોડના સંપત્તિ વિવાદમાં કરિશ્મા કપૂરને નોટિસ

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની 30 હજાર કરોડની સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદે ફરી એકવાર નવો વળાંક લીધો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કરિશ્મા કપૂરને નોટિસ ફટકારી છે. આ નોટિસ સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જારી કરવામાં આવી છે, જેમાં કરિશ્મા અને સંજય કપૂરના છૂટાછેડા સંબંધિત દસ્તાવેજોની પ્રમાણિત નકલો માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કરિશ્મા કપૂરને બે અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવ્યું છે.આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ એ.એસ. ચંદુરકરે તેમના ચેમ્બરમાં કરી હતી. પ્રિયા સચદેવે કોર્ટને વિનંતી કરી છે કે, તેમને વર્ષ 2016માં કરિશ્મા અને સંજય કપૂર વચ્ચે થયેલા છૂટાછેડા સંબંધિત તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવે.પ્રિયાનું કહેવું છે કે સંજય કપૂરના નિધન બાદ તે તેની કાયદેસરની વારસદાર છે અને સંજયની સંપત્તિ સંબંધિત કાયદાકીય બાબતોમાં તેને સીધો રસ છે. તેણે દલીલ કરી છે કે છૂટાછેડાના દસ્તાવેજો દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ વારસાઈ (સક્સેશન) કેસમાં સત્તાવાર ઉપયોગ માટે જરૂરી છે. આ દસ્તાવેજો દ્વારા તે તે સમયે થયેલા આર્થિક કરાર અને બાળકોની કસ્ટડી સંબંધિત તથ્યોની પુષ્ટિ કરવા માંગે છે.નોંધનીય છે કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના છૂટાછેડા ઘણા વિવાદોથી ભરેલા રહ્યા હતા. છૂટાછેડા દરમિયાન કરિશ્માએ સંજય પર ઘરેલું હિંસાના આરોપો લગાવ્યા હતા અને તેના માટે તેની કથિત નશાની લતને જવાબદાર ઠેરવી હતી. જોકે, લાંબી કાયદાકીય લડાઈ બાદ બંનેએ પરસ્પર સહમતિથી 2016માં છૂટાછેડા લીધા હતા.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here