Saturday, March 7, 2026

Aksheshkumar Savaliya

spot_img

સાઉદીમાં દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ‘અરામકો’ પર ડ્રોન એટેક

મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની માઠી અસર હવે દુનિયાભરના ઊર્જા ક્ષેત્ર પર દેખાવા લાગી છે. ઈરાનના ડ્રોન હુમલાને કારણે સાઉદી અરેબિયાને તેની અત્યંત...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો 

પુડુચેરી: પુડુચેરીની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ₹2,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે, તેમણે કહ્યું કે પુડુચેરીની મુલાકાત...

‘કોઈ સાબિત કરી દે કે મેં લાંચ લીધી છે તો હું રાજકારણ છોડી દઈશ…’, કેજરીવાલ

દિલ્હી કોર્ટ તરફથી કથિત દારૂ કૌભાંડ કેસમાં આરોપમુક્ત કર્યા બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતરથી કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર પ્રહાર...

ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં વિરોધ, હુમલામાં ખામેનેઈના પુત્ર-વહુ અને પુત્રીના મોત

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા તેની અસર હવે કાશ્મીર ઘાટીમાં પણ જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલના "ઓપરેશન...

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નાગપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એસબીએલ એનર્જી લિમિટેડ (SBL Energy Limited) માં એક ભીષણ વિસ્ફોટ થયો છે. આ દર્દનાક અકસ્માતમાં...

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે સૌપ્રથમ પ્રકારના એઆઈ એનેબલ્ડ વીઆર કોર્ટરૂમ સિમ્યુલેશન લોન્ચ કરવાની જાહેરાત કરી

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કોન્વોકેશનમાં શરૂ કરાયેલો તથા એપીએમ ટર્મિનલ્સ પીપાવાવની સીએસઆર પહેલના સમર્થન સાથે મર્સ્ક ટ્રેનિંગ દ્વારા વિકસાવવામાં આવેલ આ કાર્યક્રમનો હેતુ દરિયાઈ કાયદા...

ઝેગલે એટીજીએલ-હ્યુન્ડાઈની ઝુંબેશમાં ક્લોઝ્ડ-લૂપ CNG ફ્લીટ સોલ્યુશન રજૂ કરી ટકાઉ પરિવહનને વેગ આપ્યો

ઝેગલ પ્રિપેઈડ ઓશન સર્વિસિઝ લિમિટેડે (“Zaggle”)એ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિ. સાથે જોડાણમાં અદાણી ટોટલ ગેસ લિમિટેડ (એટીજીએલ) ખાતે આયોજિત સીએનજી ડ્રાઈવમાં ભાગ લીધો હતો. ટકાઉ પરિવહન અને ક્લિન એનર્જીના વપરાશને પ્રોત્સાહન આપવા આ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશને એટીજીએલના ઈડી અને સીઈઓ શ્રી સુરેશ પી. મંગલાનીએ હ્યુન્ડાઈ ઈન્ડિયાના નેશનલ હેડ - સેલ્સ શ્રી સુનિલ મુલચંદાની સાથે મળી લીલી ઝંડી આપી હતી. જેમાં 20 સીએનજી વાહનોના કાફલાએ શહેરમાં ફરી જવાબદાર અને કાર્યક્ષમ મોબિલિટીની પસંદગી વિશે જાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી મંગલાનીએ શ્રી મુલચંદાની અને બે નવી કારના માલિકો સમક્ષ ઝેગલ સીએનજી બેનિફિટ કાર્ડ રજૂ કર્યું હતું. આ કાર્ડ એક વર્ષમાં રૂ. 15,000 સુધીના સીએનજી રિફ્યુઅલિંગ લાભો પ્રદાન કરે છે, જે ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ ઈંધણ તરફ પ્રયાણ દરમિયાન અર્થપૂર્ણ બચત કરવા સક્ષમ બનાવે છે. સીમલેસ ડિજિટલ પેમેન્ટ્સ અને રીઅલ-ટાઇમ ખર્ચ નિયંત્રણો સાથે સંકલિત આ કાર્ડ વ્યક્તિગત યુઝર્સ અને ફ્લીટ ઓપરેટરો બંનેને માળખાગત, ખર્ચ-કાર્યક્ષમ પરિવહનના ઉકેલો અપનાવવામાં સહાય કરે છે. આ કાર્યક્રમમાં એટીજીએલ માટે ઝેગલના ક્લોઝ્ડ લુપ સીએનજી ફ્લીટ કાર્ડ પ્રોગ્રામનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ટેકનોલોજી આધારિત આ પ્લેટફોર્મ સીએનજી ઇકોસિસ્ટમમાં અનુપાલન, શાસન અને ટ્રાન્જેક્શનની ક્ષમતામાં વધારો કરે છે. આ અંગે ઝેગલના ફાઉન્ડર અને એક્ઝિક્યુટીવ ચેરમેન ડો. રાજ પી. નારાયણમે જણાવ્યું હતું કે, “એટીજીએલ સાથેનો અમારો સહયોગ ટેકનોલોજી-આધારિત ઇકોસિસ્ટમમાં ઝેગલની ઉત્ક્રાંતિને પ્રતિબિંબિત કરે છે. ક્લોઝ્ડ-લૂપ ફ્રેમવર્કમાં અનુપાલનની ખાતરી, રિયલ-ટાઈમ માન્યતા અને માળખાગત પ્રોત્સાહન વ્યવસ્થાપનને એકીકૃત કરતાં અમે ઈંધણની ચુકવણીઓનું ડિજિટાઇઝેશન કરવા ઉપરાંત એક સ્કેલેબલ પ્લેટફોર્મ સ્થાપિત કરી રહ્યા છીએ, જે ભારતના ક્લિન અને વધુ કાર્યક્ષમ મોબિલિટી તરફના પ્રયાણને સમર્થન આપે છે. ઝેગલ ખાતે, અમે ટકાઉ જીવનશૈલીની પસંદગીઓને પૂરક બનાવતા સ્માર્ટ નાણાકીય ઉકેલો સાથે ગ્રાહકોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.” આ પ્રોગ્રામ સીમલેસ ઈન્સેન્ટીવ યુટિલાઈઝેશન માટે પરિવહનના ડેટાબેઝ, ઓસીઆર આધારિત વાહનોના પ્રમાણીકરણ મારફત રિયલ-ટાઈમ વ્હિકલ વેલિડેશન અને સીએનજી ટ્રાન્જેક્શનની વિગતો, સ્પ્લિટ પેમેન્ટ કાર્યક્ષમતાઓને એકીકૃત કરે છે. તેમાં ફ્લીટ ઓનબોર્ડિંગ અને ઇકોસિસ્ટમ વિઝિબિલિટીને વેગ આપવા માટે સમર્પિત ઓઈએમ અને રેટ્રોફિટર ડેશબોર્ડ સાથે સ્ટ્રક્ચર્ડ ફંડિંગ અને રીઅલ-ટાઇમ લિમિટ મેનેજમેન્ટ માટે ફ્લીટ-લેવલ વર્ચ્યુઅલ એકાઉન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફુલ સ્ટેક SaaS અને ક્લોઝ્ડ લુપ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્થાપિત આ સોલ્યુશન એટીજીએલના આઉટલેટ્સ પર રિયલ-ટાઈમ એનાલિટિક્સ, ટેપ એન્ડ પ્રિપેઈડ કાર્ડ્સ અને એન્ડ્રોઈડ એમપીઓએસ ડિપ્લોયમેન્ટ સાથે સુપર એડમિન અને ફ્લીટ ડેશબોર્ડ્સથી સજ્જ છે. ઓટોમોટેડ ઓનબોર્ડિંગ, ઈન્સ્ટન્ટ ટ્રાન્જેક્શન એલર્ટ, સ્ટ્રક્ચર્ડ રિપોર્ટિંગ અને કંટ્રોલ્ડ ઈન- ઈકોસિસ્ટમ ઈન્સેન્ટિવ રિડમ્પશન સુવિધા સામૂહિક રીતે સીએનજી ખર્ચમાં ઘટાડો કરે છે અને અસરકારક અમલ સાથે પ્રોગ્રામને મજબૂત બનાવે છે. એટીજીએલ સાથેની ભાગીદારી ઝેગલના હાઈ-ફ્રિકવન્સી ફ્યુલ ટ્રાન્જેક્શનના વિસ્તરણને વેગ આપે છે. જે અસરકારક નિયમન આધારિત, અનુપાલન આધારિત SaaS પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાની તેની ક્ષમતા દર્શાવે છે. તે રિકરિંગ ઇકોસિસ્ટમ-સંચાલિત વોલ્યુમમાં વધારો કરે છે. આ પહેલ સીએનજી અપનાવવાના વલણને વેગ આપે છે. જે સંકલિત ફાઈનાન્સિયલ અને ટકાઉ મોબિલિટી સોલ્યુશન્સ મારફત ભારતના ક્લિન મોબિલિટી ટ્રાન્ઝિશનને આગળ ધપાવવામાં મજબૂત ઉદ્યોગ સહયોગ પર ભાર મૂકે છે.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img