Saturday, March 7, 2026

Aksheshkumar Savaliya

spot_img

લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ

દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક...

આધુનિકતાની પટરી પર ભીલડી: પુનર્વિકાસનું 90% કાર્ય પૂર્ણ

પશ્ચિમ રેલવેના ભીલડી રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ લગભગ ₹11.00 કરોડના અંદાજિત ખર્ચે વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનું આશરે...

Toonsutra હવે 10 ભાષાઓમાં વિસ્તરી રહ્યું છે અને પ્રથમ વખત બેસ્ટ-સેલિંગ આંતરરાષ્ટ્રીય કોમિક્સને બંગાળી, મરાઠી, ગુજરાતી, કન્નડ અને મલયાલમ ભાષાના વાચકો સુધી પહોંચાડી રહ્યું...

ભારતનું ક્રમાંક 1 ડિજિટલ કોમિક્સ પ્લેટફોર્મ, આજે તેની AI આધારિત લોકલાઇઝેશન ક્ષમતાઓમાં ઐતિહાસિક વિસ્તરણની જાહેરાત કરી છે. આ વિસ્તરણ હેઠળ પાંચ નવી ભારતીય ભાષાઓ...

ટાટા પાવર અને યુનિવર્સિટી ઓફ વોરવિકે ન્યૂ એનર્જી સિસ્ટમ્સ ઇનોવેશનમાં વ્યૂહાત્મક જોડાણ કર્યું

- યુનિવર્સિટી ઓફ વોરવિકે ગ્રીડ આધુનિકીકરણ, ઝડપી ચાર્જિંગ, પાવર સ્ટોરેજ, ઇન્ડસ્ટ્રીયલ ડિકાર્બોનાઇઝેશન, ડિજિટલ એનર્જી સિસ્ટમ્સ, ઓપ્ટિમાઇઝેશન અને અદ્યતન ઉત્પાદન અભિગમોમાં સંશોધન અને નવીનતા પ્રદાન કરવા માટે ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ...

ઉપસ્થિતિનું ચલણઃ રેમન્ડની લેટેસ્ટ કમ્પ્લીટ મેન ઝુંબેશે પિતૃત્વની લાગણીને પુનઃવ્યાખ્યાયિત કરી

 ભારતની ટોચની સ્વદેશી ટેક્સટાઈલ, એપરલ અને રિટેલ બ્રાન્ડ રેમન્ડ લાઈફસ્ટાઈલે ભાવનાત્મક-આધારિત પ્રતિષ્ઠિત ઝુંબેશની લાંબી સીરિઝમાં ઉમેરો કરતાં "ધ કમ્પ્લીટ મેન" ની નવી ઝુંબેશ શરૂ કરી છે. "હોમકમિંગ" નામની નવી વિજ્ઞાપન ફિલ્મ આધુનિક માણસ દ્વારા કરવામાં આવેલી પસંદગીઓને સુંદર રીતે કેદ કરે છે. જે સહાનુભૂતિ, સંતુલન અને હાજરીને પ્રતિબિંબિત કરે છે. સતત કનેક્ટિવિટી અને ઘટતા ધ્યાનના માહોલમાં સૌથી મોંઘી લકઝરી 'સમય' હોવાનો અનુભવ કરાવે છે. આ લેટેસ્ટ સર્જનાત્મકતા સાથે રેમન્ડ જૂના હંમેશા વ્યસ્ત રહેતાં પ્રદાતાને વધુ પ્રગતિશીલ, લાગણીશીલના મૂળ આદર્શ સાથે તબદીલ કરી પુરૂષત્વની વિકસિત કથાને પ્રદર્શિત કરવાનું ચાલુ રાખે છે. આ ફિલ્મ ખાસ કરીને આધુનિક પિતાની વાત કરે છે, જે ફક્ત કમાણી કરતાં પુરૂષમાંથી પરિવારની સંભાળ રાખનારા, વ્હાલ સાથે પોષણ કરતા પુરૂષ તરફ પરિવર્તન દર્શાવે છે. આ ઝુંબેશ આજથી ભારતના અગ્રણી OTT પ્લેટફોર્મ મારફત પોતાના વર્ચસ્વને જાળવી રાખવા માટે સજ્જ છે. ઓમ્નીકોમ દ્વારા નિર્મિત આ વિજ્ઞાપનની ફિલ્મ T20 વર્લ્ડ કપની અંતિમ 10 મેચો દરમિયાન રજૂ થશે, જે જિઓહોટસ્ટાર પર રાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચશે. આધુનિક પિતૃત્વના આ સંદેશને વધુ મજબૂત બનાવતા આ ઝુંબેશ દેશભરમાં 1,300થી વધુ સિનેમા સ્ક્રીન્સ પર મોટાપાયે રોલઆઉટ થવા સાથે સિલ્વર સ્ક્રીન પર ટ્રાન્ઝિશન કરશે. આ સિનેમેટિક હાજરી વ્યૂહાત્મક રીતે નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં સંભવિત બ્લોકબસ્ટર ફિલ્મ- ટોક્સિક અને ધુરંધર 2ના રીલિઝ સમયે 19 માર્ચના રોજ તેમજ આઠ માર્ચના રોજ રેમન્ડ લાઈફસ્ટાઇલના ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થવાની અપેક્ષા છે. આ ઝુંબેશને એક મજબૂત મીડિયા યોજના દ્વારા વેગ આપવામાં આવશે. જેમાં હાઈ- ફ્રિકવન્સી  ડિજિટલ CTV જાહેરાત અને દેશભરમાં લગભગ 100 આઉટડોર સાઇટ્સ સમાવિષ્ટ છે. આ લેટેસ્ટ વિજ્ઞાપન ફિલ્મમાં એક વ્યક્તિ લાંબા અને કંટાળાજનક થકવી દેનારા દિવસ બાદ પોતાના ઘરે પરત ફરે છે, જે હજુ પણ ઓફિસના કામોમાં વ્યસ્ત છે. પરંતુ એક નાની, નિર્ણાયક ક્ષણમાં તે ફક્ત તેના ફોનથી જ નહીં, પરંતુ તેના કામથી પણ ડિસ્કનેક્ટ થવાનું પસંદ કરે છે. જેમાં તે પોતાના પરિવાર માટે હાજર રહેવાની તેની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકામાં પ્રવેશ કરે છે. પિતાના રમતિયાળ, હૂંફાળા પ્રેમ અને મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વને દર્શાવવામાં આવ્યું છે જેમાં એક કમ્પ્લીટ મેન લાંબા કામકાજી દિવસ બાદ પોતાના બાળકો સાથે મળી રમે છે, પ્રેમભરી ક્ષણો માણે છે અને ઘરમાં આનંદ પ્રસરાવે છે. આ વિજ્ઞાપન યાદ અપાવે છે કે સંપૂર્ણતા ફક્ત સફળતામાં જ નહીં, પરંતુ ક્યારે થોભાઈ જવામાં અને કોના માટે થોભાવું તે જાણવામાં પણ રહેલી છે. આ લેટેસ્ટ ફિલ્મ વિશે માહિતી આપતાં રેમન્ડ લાઈફસ્ટાઈલ લિ.ના સીઈઓ સત્યાકી ઘોષે જણાવ્યું હતું કે, “ભારતમાં પુરુષ હોવાની કલ્પનામાં ગહન પરિવર્તન આવી રહ્યું છે અને ‘ધ કમ્પ્લીટ મેન’ ઝુંબેશ હંમેશા સમાજમાં બદલાતા ઘોરણોનું પ્રતિબિંબ બની રહી છે. સુંદરતાનું ઉદાહરણ હવે લાગણીશીલ બુદ્ધિ દ્વારા માપવામાં આવે છે, અમારી આ લેટેસ્ટ એડ ફિલ્મ સરળ હાવભાવ રજૂ કરતી શૈલી છે જે તેમના વ્યક્તિત્વના પ્રેમાળ પરિમાણને દર્શાવે છે. તે રેમન્ડ બ્રાન્ડના મુખ્ય મૂલ્યો અને લાખો ભારતીયો સાથે પડઘો પાડતી અમારી અજોડ ઓફરોનું મિશ્રણ છે.” આ સર્જનાત્મક કોન્સેપ્ટ અંગે ઓમ્નીકોમના ગ્રોથ-સ્ટ્રેટેજી-પ્રેસિડન્ટ અને મેનેજિંગ પાર્ટનર સાદ ખાને જણાવ્યું હતું કે, “કમ્પ્લીટ મેન હંમેશા દુનિયા સાથે વિકસિત થયો છે, તેમ  છતાં તેના મૂળમાં તો તે એ જ મૂળભૂત સિદ્ધાંતને વળગી રહ્યો છે અને તેનું પાલન કર્યું છે કે સફળતા સહાનુભૂતિ, કરુણા અને પરિવારની સંભાળ રાખવા પર આધારિત છે. આ ઝુંબેશ આ પ્રતિષ્ઠિત બ્રાન્ડની સફરમાં મહત્ત્વનું પગલું છે જે આજના સમયમાં કમ્પ્લીટ મેન બનવાનો અર્થ શું છે, તેને પુનઃ વ્યાખ્યાયિત કરે છે.”

મલબાર ગ્રુપે માઇક્રો લર્નિંગ સેન્ટર્સને વધુ પ્રદેશોમાં વિસ્તાર્યા

મલબાર ગ્રુપ શેરી બાળકોના પુનર્વસન અને તેમને ઔપચારિક શિક્ષણમાં પાછા લાવવા માટે તેના વર્તમાન પ્રયાસોના ભાગરૂપે તેના માઇક્રો લર્નિંગ સેન્ટર્સ (એમએલસી)ને અન્ય રાજ્યો અને પ્રદેશોમાં...

ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના આજ તારીખ ૨૫/૨/૨૬ ના વિરોધ દિવસ નો કાર્યક્રમ 

ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સંલગ્ન ૮ મહા સંઘો સહિત ૧૬૧ યુનિયનો ના મુખ્ય પ્રતિનિધિઓ એ આજ રોજ આંઠ મુદ્દા સાથે દેશ ના વડાપ્રધાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img