2014 પહેલા દરેક મંત્રી પોતાને પીએમ માનતા હતા – HTLSમાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

0
30
ગૃહમંત્રી અમિત શાહે શનિવારે હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનમાં પ્રવેશ કરીને આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે શનિવારે હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનમાં પ્રવેશ કરીને આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે.

નવી દિલ્હી. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ શનિવારે એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને કોવિડ 19 મહામારી, આતંકવાદ, નક્સલવાદ અને જમ્મુ-કાશ્મીર જેવા વિવિધ મુદ્દાઓ પર પીએમ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની ભાજપ સરકારે કરેલા કાર્યો વિશે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે, 2014 પહેલા ભારતમાં પોલિસી પેરાલિસિસની સ્થિતિ હતી. અમિત શાહે કહ્યું કે પીએમ મોદીની આગેવાની હેઠળના કોવિડ મહામારી દરમિયાન પણ એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા જે ભારતની અર્થવ્યવસ્થાને હાલમાં અન્ય કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા કરતા ઘણી ઝડપથી વિકસાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશની પ્રજા એ દરેક પડકાર સાથે સફળતાપૂર્વક જંગ જીતી છે.

CNN-News18ની ભાગીદારી હેઠળ થયેલ એચટી લીડરશીપ સમિટમાં ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું કે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનમાં પ્રવેશ કરીને આતંકી હુમલાનો જડબાતોડ જવાબ મળ્યો છે. આનાથી દુનિયાને આશ્ચર્ય થયું.

કલમ 370 સહિત કાશ્મીરની સમસ્યા હોય, આપણા પ્રધાનમંત્રીએ 5 ઓગસ્ટ, 2019ના રોજ આ અનુચ્છેદને દૂર કર્યો હતો. હવે કાશ્મીરમાં શાંતિ છે. વિકાસ છે. સરકારે ઉત્તર પૂર્વના રાજ્યોમાં આતંકવાદપર પણ અંકુશ મૂક્યો છે. સાથે સાથે આપણે અન્ય મુદ્દાઓનું નિરાકરણ લાવવું પડશે અને ત્યાં વિકાસને આગળ વધારવો પડશે.

અમિત શાહે કહ્યું કે, “પીએમ મોદીએ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે સિસ્ટમ સુધારવાનું કામ કર્યું છે. હું તેમની ખૂબ નજીક રહ્યો છું. મેં જોયું છે કે તેમણે બધા મુદ્દાઓને ખૂબ સારી રીતે હલ કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ લોકોને વિકાસ સાથે જોડવાનું કામ કરવામાં આવ્યું છે.’ગૃહમંત્રીએ કહ્યું કે કોરોના મહામારીથી સમગ્ર વિશ્વમાં ઘણા ફેરફારો આવ્યા છે. ભારતની દૃષ્ટિએ જોઈએ તો ઘણા બધા ફેરફારો થયા છે. કોરોનાના સાત વર્ષ પહેલાં જ દેશને સ્થિર સરકાર મળી હતી તે અમારા માટે સૌભાગ્યની વાત હતી. તે પહેલાં દેશમાં એક મંત્રીમંડળ હતું જે પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી માનતું ન હતું. દરેક મંત્રી પોતાને પીએમ માનતા હતા. દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો હતો, દેશને બદનામ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતને 2014માં સ્થિર સરકાર મળી હતી.