સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાજ્યસભામાં જશે એવી અટકળ

વડાપ્રધાને વંશવાદ અંગે કરેલા પ્રહારો બાદ અટકળ | રામમંદીરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં પગ મુકવાની પણ જગ્યા રહી હોય તેમ લાગતું નથી

0
11
Sonia Gandhi
Sonia Gandhi

ચંડીગઢ, તા.7
વડાપ્રધાન મોદીએ વંશવાદ અંગે સોમવારે સીધા કરેલા પ્રહારો પછી કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને તેઓના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા રાજયસભામાં જશે તેવી જોરદાર હવા ચાલી રહી છે. જ્યારે રાહુલ ગાંધી અંગે એવી અટકળો બંધાઈ રહી છે કે તેઓ 2019 ની ચુંટણીમાં મૂળ જવાહરલાલ નહેરૂની બેઠક અમેઠીમાંથી પણ પરાજિત થયા પછી કેરલના વાયનાડમાંથી ચુંટાઈ આવ્યા છતાં તેઓ 2024માં ફરી અમેઠીમાંથી ચુંટણી લડશે કે પછી વાયનાડમાંથી જ ચુંટણી લડશે ? તે વિષે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. 2019માં તો રાહુલ કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠીમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે પરાજિત થયા હતા તે સર્વવિદિત છે. વાસ્તવમાં મૂળ જવાહરલાલ નહેરૂની આ બેઠક ઉપરથી રાહુલના કાકા સંજય ગાંધી, રાહુલના પિતાશ્રી રાજીવ ગાંધી અને માતૃશ્રી સોનિયા ગાંધી પણ ચુંટાઈ આવ્યા હતા. તે પણ ઉલ્લેખનીય છે. રાહુલ પોતે 2014 થી હજી સુધીમાં તો 3 વખત ત્યાંથી ચુંટાઈ આવ્યા હતા. પરંતુ 2019 માં પોતાના કુટુમ્બના ગઢમાં જ તેઓને કુઠારાઘાત મળ્યો. જોકે તેઓ કેરલામાં મુસ્લીમ બહુમતિવાળા વાયનદમાંથી લોકસભામાં ચુંટાઈ આવ્યા હતા.
રાજ્ય સભાની ચુંટણી માટેના નામાંકન પત્રો ભરવાની આખરી તારીખ નજીક આવી રહી છે. ત્યારે 2019માં રાયબરેલી બેઠક (મૂળ ઈંદીરા ગાંધીની બેઠક) ઉપરથી સોનિયા ગાંધી વિજય થયા હતા.
આ વખતે ઉત્તર પ્રદેશની પરિસ્થિતિનું કોંગ્રેસ નેતાઓએ બરોબર આકલન કરી લીધું છે. વિશેષત: ”પ્રાણ પ્રતિષ્ઠા” પછી કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં પગ મુકવાની પણ જગ્યા રહી હોય તેમ લાગતું નથી. તેથી તેઓને તેલંગાણાના મુખ્યમંત્રી, એ. રેવાનાથ રેકીમે, મેડકવી બેઠક ઉપરથી લોકસભાની ચુંટણી લડવા પ્રસ્તાવ મુકયો છે. આ બેઠક ઉપરથી ઈંદીરા ગાંધી ચુંટણી લડયા હતા અને વિજયી થયા હતા. તે સર્વવિદિત છે. કોંગ્રેસ નેતાઓ હવે વિચારી રહ્યા છે કે સોનિયા ગાંધી અત્યારે જે બેઠક ઉપરથી રાયબરેલીની બેઠક ઉપરથી જનતાનું પ્રતિનિધિત્વ કરે છે તે બેઠક પરથી ચુંટણી લડશે કે પછી રાજયસભામાં જવાનો ”સરળ માર્ગ” લેશે ? ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ ”સરળ માર્ગ” લેવાના મતના છે.
રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને તેલંગાણા તેમ સર્વેએ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજયસભાની બેઠક ઓફર કરી છે. તેમ હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતિભાસિંહે કહ્યું હતું. આ બેઠક કાંતો સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડ્રાને જવા સંભવ છે.
ફેબુઆરીની 27મીએ દેશના 15 રાજયોમાંની રાજયસભાની 56 બેઠકોની ચુંટણી થવાની છે. જ્યાં ચુંટણી યોજાવાની છે. તે પૈકીના રાજ્યો આ પ્રમાણે છે. ઉ.પ્ર.(10), મહારાષ્ટ ú(6), બિહાર (6), પં.બંગાળ (5), મધ્યપ્રદેશ (5), ગુજરાત (4), કર્ણાટક (4), આંધ્રપ્રદેશ (3), તેલંગાણા (3), રાજસ્થાન (3), ઓડીશા (3), ઉત્તરાખંડ (1), છત્તીસગઢ (1), હરિયાણા (1) અને હિમાચલ પ્રદેશ(1).
વડાપ્રધાને સોમવારે વિપક્ષો (મુખ્યત: કોંગ્રેસ અને ગાંધી કુટુમ્બ) ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ”હું જોઈ શકું છું કે તમારામાંથી ઘણા બેઠકો બદલવા માગે છે. તો ઘણા રાજયસભામાં જવા માગે છે.”
કેદ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ”ગાંધી કુટુમ્બમાંથી કોઈપણ આ વર્ષે ઉત્તર પ્રદેશમાંથી ચુંટણી લડવાને યોગ્ય રહ્યા નથી… જેઓએ બાબરી-મસ્જિદના બચાવ માટે તેમજ તેના સાક્ષીઓ જેઓએ, રામભક્તો ઉપર ગોળીબારો કરાવ્યા હતા. તેઓના પગ હવે ધ્રુજી રહ્યા છે.”