
સ્ટાર કોમેડિયન ભારતી સિંહના ફેન્સ માટે આ ગુડ ન્યૂઝ છે. સ્ટાર કોમેડિયન ભારતી સિંહે બીજીવાર દીકરાને જન્મ આપ્યો છે. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાને પહેલાં પણ એક દીકરો છે. ભારતીની ઇચ્છા દીકરીની હતી. ભારતી સિંહ સોશિયલ મીડિયા પર સતત એના ફેન્સને બાળકની હેલ્થ અપડેટ આપતી રહેતી હતી. અનેક વીડિયોમાં તો ભારતીએ પૈપરાઝીની સામે કહ્યું હતું કે હું ઇચ્છું છું કે મારા ઘરે આ વખતે લક્ષ્મીજીનું આગમન થાય.
ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બરના રોજ ભારતીએ દીકરાને જન્મ આપ્યો. આજે સવારે ભારતી સિંહને લાફ્ટર શોનું શૂટિંગ કરવાનું હતું, પરંતુ અમુક કારણોસર અધવચ્ચે શૂટિંગ છોડીને ભારતી સિંહને હોસ્પિટલ લઇ જવામાં આવી અને ત્યાં લાડલા દીકરાને જન્મ આપ્યો. ભારતી સિંહનાં ફેન્સ ઘણાં સમયથી આ ગુડ ન્યૂઝની રાહ જોઇ રહ્યાં હતા, હવે ફાઇનલી સમાચાર આપીને ફેન્સને ખુશ કરી દીધાં છે. ફેન્સ સેલેબ્સ ભારતી અને હર્ષને અભિનંદન પાઠવી રહ્યાં છે. કપલનાં ઘરે જશ્નનો માહોલ છે. આ પહેલાં ભારતીને એક દીકરો લક્ષ્ય છે, જેનો જન્મ વર્ષ 2022માં થયો હતો. ભારતી અનેક જગ્યા દીકરી આવે એવી ઇચ્છા એવી વ્યક્ત કરી હતીભારતીએ એનાં પ્રેગનન્સી સમયે પણ ખૂબ કામ કર્યું છે. પહેલી પ્રેગનન્સી દરમિયાન પણ છેલ્લાં સમય સુધી લાફ્ટર ક્વીને કામ કર્યુ હતુ. જો કે આ વખતે પણ કામથી દૂર રહી નથી. આ વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતી એનાં પ્રોફેશનને લઇને ખૂબ સીરિયસ છે. ભારતી સિંહ લાફ્ટર શેફની ત્રીજી સિઝનમાં નજરે પડી હતી. શોનાં એક્ટર્સે ભારતી સિંહ માટે સરપ્રાઇઝ બેબી શાવર પણ પ્લાન કર્યો હતો.


