Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે...

ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે JCB વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કર્યા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સમાજના સર્વાંગી વિકાસ અને યુવાશક્તિના ઉત્થાન માટે કાર્યરત ભરવાડ યુવા સંગઠન ગુજરાતે ફરી એક નવો માઈલસ્ટોન સર્જ્યો છે. “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સમાજના આર્થિક રીતે નબળા અને બેરોજગાર યુવાઓને રોજગારની તક પૂરી પાડવા માટે ૧૨૧ જેટલી JCB મશીનોનું વિતરણ તેમજ ધોરણ ૧૨માં પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે
દીપ પ્રાગટ્ય કરીને થયું હતું. આ અવસરે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ભાજપ પ્રદેશ સહ પ્રવકતા રુતવીજભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મહેમાનો દ્વારા સમાજના દૂરંદેશી યુવાઓના વિચાર સાથે એક અદભુત અને કાર્યશીલ યુવા સંગઠનની રચના કરી તે માટે
આ સંગઠનને બિરદવામાં આવ્યું હતું. તેમજ સંગઠન દ્વારા યુવાઓને રોજગારલક્ષી શૈક્ષણિકલક્ષી વિષયો પર તેમજ સરકારી યોજનાઓની સમજ આપવી, યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે તે માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવવા, સામાજિક દુષણો દૂર કરી મુખ્ય પ્રવાહમાં જોડવા તેમજ કુદરતી હોનારતમાં યુવા સ્વયંસેવકો દ્વારા સેવા આપી સહાય કરવી જેવા અતિ મહત્વના વિષયો પર કાર્ય કરતા આ સંગઠન માટે ગર્વ અને આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભવાનભાઈ ભરવાડ દ્વારા મહાનુભાવોએ આ કાર્યક્રમ માટે સમય આપ્યો તેના માટે
પોતાનો આભાર વ્યક્ત કર્યો તેમજ સમાજના આ સંગઠન દ્વારા થતાં તમામ કર્યો નો ચિતાર આપવામાં આવ્યો હતો અને આજે જે યુવાઓ ને રોજગાર માટે જેસીબી આપવમાં આવ્યા છે તેઓને શુભકામનાઓ પાઠવી તેમજ સમાજના અગ્રણી તમામને આવકારી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here