મુંબઈ : મુંબઈમાં દેશમુખના અનેક ઠેકાણા પર દરોડાં કરવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે.મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે કરેલા આરોપો મામલે CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે FIR નોંધી છે. આ મામલે સીબીઆઈ વિવિધ સ્થળોએ તપાસ કરી રહી છે.CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. દેશમુખ ઉપરાંત ઘણા અજાણ્યા લોકો પર પણ પૂર્વ સીપી પરમબીર સિંહના આરોપ અંગે પણ કેસ નોંધવામાં આવ્યા છે. સીબીઆઈ આ મામલે અનેક જગ્યાએ તપાસ કરી રહી છે. સીબીઆઈ જે સ્થળોએ તપાસ કરી રહી છે એમાં દેશમુખના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે.કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપ બાદ અનિલ દેશમુખને રાજ્યના ગૃહમંત્રીપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. પરમબીર સિંહે એક પત્ર લખીને અનિલ દેશમુખ પર રૂ. 100 કરોડની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યા હતા કે અનિલ દેશમુખ પોતાના નિવાસસ્થાને સચિન વઝે સાથે મુલાકાત કરતા હતા, સાથે જ તેણે દર મહિને મુંબઈથી 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાની વાત કરી હતી.પરમબિર સિંહે આ મામલે મહારાષ્ટ્ર હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. એ બાદ હાઇકોર્ટે પરમબીરના આરોપોની તપાસ સીબીઆઈને કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈ આગામી 15 દિવસમાં રિપોર્ટ આપશે, ત્યાર બાદ અનિલ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવી કે નહીં એ અંગે નિર્ણય લેવામાં આવશે.