ચિંતાજનક દેશની સ્થિતિ : કોરોના સંક્રમણના એક દિવસમાં 3.45 લાખ કેસ, 2621ના મોત

0
24
દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 66 લાખને પાર થઇ ગઇ છે. તો બીજી તરફ દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો લગભગ 25 લાખ પહોંચી ગયો છે
દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 66 લાખને પાર થઇ ગઇ છે. તો બીજી તરફ દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો લગભગ 25 લાખ પહોંચી ગયો છે

વર્લ્ડોમીટરના અનુસાર શુક્રવારે રાત્રે 12 વાગ્યા સુધી 24 કલાકમાં ભારતમાં 345,147 નવા કોરોના સંક્રમિત મળ્યા હત. આ દરમિયાન દેશમાં સંક્રમણના લીધે 2621 કોરોના દર્દીઓના મોત થયા છે. સતત એક અઠવાડિયાથી દરરોજ મૃતકોનો આંકડો પણ ચિંતા વધારી રહ્યો છે. 

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ ચિંતાનો વિષય બનતી જાય છે. દેશમાં નવા સંક્રમિત લોકોની સંખ્યા અને મોતનો આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશમાં સતત ત્રીજા દિવસે ત્રણ લાખથી વધુ દર્દી મળ્યા છે. વર્લ્ડોમીટરના અનુસાર શુક્રવારે રાત્રે 12 વાગ્યા સુધી 24 કલાકમાં ભારતમાં 345,147 નવા કોરોના સંક્રમિત મળ્યા હત. આ દરમિયાન દેશમાં સંક્રમણના લીધે 2621 કોરોના દર્દીઓના મોત થયા છે. સતત એક અઠવાડિયાથી દરરોજ મૃતકોનો આંકડો પણ ચિંતા વધારી રહ્યો છે. દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 66 લાખને પાર થઇ ગઇ છે. તો બીજી તરફ દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો લગભગ 25 લાખ પહોંચી ગયો છે. દેશમાં કોરોના સંક્રમણના લીધે થનાર મોતની વાત કરીએ તો આ આંકડો 1,89,549 પહોંચી ગયો છે. કોરોના સંક્રમિત લોકોના સાજા થવાનો દર ઘટીને 83.5 ટકા રહી ગયો છે. આંકડા અનુસાર આ બિમારીથી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 1,38,62,119 થઇ ગઇ છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યું દર ઘટીને 1.1 ટકા રહી ગયો છે. નવા આંકડા અનુસાર દેશમાં કોરોનાના 60 ટકથી વધુ નવા સંક્રમિત કેસ ફક્ત સાત રાજ્યોમાંથી સામે આવ્યા છે. તેમાં મહારાષ્ટ્ર સતત ટોપ પર છે. ત્યારબાદ બીજા નંબર પર યૂપી છે. તો દિલ્હી ત્રીજા નંબર પર છે ત્યારબાદ કર્ણાટક, કેરલ, રાજસ્થાન અને છત્તીસગઢ એટલે કે આ 7 રાજ્યોમાં કુલ સંક્રમિતોના 60. 24 ટકા કેસ છે.