PhonePe, એ આજે 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી, 2025 સુધી પ્રયાગરાજમાં થનારા મહાકુંભ મેળા માટે એક મોટી ઝુંબેશ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશમાં અન્ય રોમાંચક વસ્તુઓ ઉપરાંત – ‘મહાકુંભ કા મહાશગુન’ ઑફર પણ શામેલ છે, જ્યાં પ્રયાગરાજ શહેરના મેળાવડામાં હાજરી આપનારા ફર્સ્ટ-ટાઇમ યુઝરો તેમના પ્રથમ ટ્રાન્ઝેક્શન પર ₹144નું ફ્લૅટ કૅશબૅક મેળવી શકે છે. આ ઑફર 26મી ફેબ્રુ આરી 2025 સુધી અને ₹1 જેટલી ઓછી રકમના નાના ટ્રાન્ઝેક્શન પર પણ માન્ય છે. ફોનપે લઈ આવ્યા છે ‘મહાકુંભ કા મહાશગુન’ ઑફર, જ્યાં મેળાવડામાં હાજરી આપનારા અને PhonePeના ફર્સ્ટ-ટાઇમ યુઝરોને માત્ર ₹1 જેટલી ઓછી રકમના નાના ટ્રાન્ઝેક્શન પર પણ મળશે ₹144નું ફ્લૅટ કૅશબૅક.. ફોનપે આ મેળામાં હાજરી આપનારા અપેક્ષિત 40 કરોડથી વધુ ભક્તો માટે આ શુભ મેળાવડાને સરળ અને ડિજિટલ ફર્સ્ટ બનાવવાનું લક્ષ્ય રાખે છે. આ ઝુંબેશ વિશે ગ્રાહકોને જાગરૂક કરવા માટે, કંપની સંબંધિત ટચ પોઈન્ટ પર મહાકુંભ થીમવાળા QR કોડ, બેનર, પોસ્ટર અને બ્રાન્ડિંગના અન્ય એલિમેન્ટનો ઉપયોગ પણ કરી રહી છે. ઉપરાંત, આ શુભ મેળાવડાને હજી વધુ રોમાંચક બનાવવા માટે, ફોનપે એ પોતાના સ્માર્ટસ્પીકર પર એક ખાસ મેસેજ લૉન્ચ કર્યો છે, જેમાં “મહાકુંભ કી શુભકામનાએં, મહાશગુન કે સાથ”ના ઑડિયો મેસેજ સાથે હાજરી આપનારાઓને શુભેચ્છા પાઠવવામાં આવે છે. આ ઝુંબેશ, ઇવેન્ટમાં હાજરી આપનારા અપેક્ષિત 40 કરોડથી વધુ ભક્તો માટે મહાકુંભ મેળાના આ શુભ મેળાવડાને સરળ અને ડિજિટલ ફર્સ્ટ બનાવવાનું લક્ષ્ય રાખે છે, જેથી તેઓ કોઈ સ્ટૉલ કે સ્ટોર પર ચુકવણી કરવા માટે અથવા શગુન આપવા માટે પણ પોતાની સાથે કૅશ રાખવાની ચિંતા કર્યા વગર હરીફરી શકે છે, કારણ કે મેળાવડાના સમગ્ર સ્થાન પર PhonePe પેમેન્ટનો સ્વીકૃત મોડ હશે. આ હજુ સુધી ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા ન હોય એવા કરોડો ભારતીયો માટે નાણાકીય સમાવેશને આગળ ધપાવતા દેશમાં ડિજિટલ પેમેન્ટના સ્વીકારને વેગ આપશે. ખાસ કૅશબૅક ઑફરનો લાભ લેવા માટેની પગલાંવાર માર્ગદર્શિકા અહીં આપી છે:
● તમારા આઇ-ઓ-એસ અથવા એન્ડ્રોઇડ ડિવાઇસ પર ફોનપે ઍપ ડાઉનલોડ કરો
● તમારું બેંક એકાઉન્ટ લિંક કરો અને UPI પિન સેટ કરો
● ઑફરનો લાભ લેવા માટે, ઍપ પર લોકેશનની પરવાનગી આપો. તમારા ડિવાઇસ પર પણ લોકેશન સર્વિસ ‘ચાલુ’ રાખવાનું ભૂલશો નહીં. આ ઑફર માત્ર પ્રયાગરાજ શહેરના યુઝરો માટે જ માન્ય છે.
● વપરાશના બધા કિસ્સાઓ માટે તમારા લિંક કરેલા UPI એકાઉન્ટનો ઉપયોગ કરીને સરળતાથી પેમેન્ટ કરો.
● કૅશબૅક ફોનપે ઍપ પર સ્ક્રેચ કાર્ડના રૂપમાં મળશે.
*આ ઑફર માત્ર ફોનપે ઍપ ડાઉનલોડ કર્યા પછી, ફોનપે UPI અથવા રૂપે ક્રેડિટ કાર્ડ પર પહેલી વાર ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો માટે અને 13મી જાન્યુઆરીથી લઈને 26મી ફેબ્રુઆરી, 2025 સુધી પ્રયાગરાજ શહેરના લોકેશનમાં ઓછામાં ઓછું ₹1નું ટ્રાન્ઝેક્શન કારનારા યુઝરો માટે જ માન્ય છે. ફોનપે ગ્રુપ વિશે: ફોનપે ગ્રુપ ભારતની એક અગ્રણી ફિનટેક કંપની છે. તેની ફ્લેગશિપ પ્રોડક્ટ, ફોનપે ડિજિટલ પેમેન્ટ્સ ઍપ, ઑગસ્ટ
2016માં લૉન્ચ કરવામાં આવી હતી. માત્ર 8 વર્ષમાં, કંપનીએ 585+ મિલિયન રજિસ્ટર્ડ યૂઝરો અને 40 મિલિયન મર્ચન્ટ્સ સાથે ડિજિટલ પેમેન્ટ્સ સ્વીકૃતિ નેટવર્ક બનાવીને ભારતની અગ્રણી ગ્રાહક પેમેન્ટ ઍપ બનવા માટે ઝડપથી વધારો કર્યો છે. ફોનપે USD 1.8+ ટ્રિલિયનના વાર્ષિક ટોટલ પેમેન્ટ વૅલ્યૂ (TPV) સાથે 310+ મિલિયન દૈનિક ટ્રાન્ઝેક્શનો પર પ્રક્રિયા પણ કરે છે. ડિજિટલ પેમેન્ટ્સમાં તેના નેતૃત્વની પાછળ, ફોનપે ગ્રુપે ફાઇનૅન્શ્યલ સર્વિસિસ (ઈન્શ્યોરન્સ, ધિરાણ, સંપત્તિ) સાથે નવા ગ્રાહક ટેક વ્યવસાયો (પિનકોડ – હાઇપરલોકલ ઇ-કોમર્સ અને ઇન્ડસ ઍપ સ્ટોર – ભારતનું પ્રથમ લોકલ ઍપ સ્ટોર)માં પણ વિસ્તરણ કર્યું છે. ફોનપે ગ્રુપ ભારતમાં મુખ્ય મથક ધરાવતી એક ટેકનોલોજી કંપની છે જે દરેક ભારતીયને પૈસાના પ્રવાહ અને સેવાઓના ઍક્સેસને અનલૉક કરીને તેમની પ્રગતિને વેગ આપવા માટે સમાન તક પ્રદાન કરવાના કંપનીના વિઝન સાથે સંરેખિત વ્યવસાયોના પોર્ટફોલિયો સાથે આવે છે.