![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/9-1.jpg)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચી ગયા છે. અહીં તેમણે સૌથી પહેલાં બડે હનુમાન મંદિરમાં પૂજા કરી છે. આજે મહાકુંભનો 26મો દિવસ છે. શુક્રવારે સંગમ ખાતે ભક્તોની ભીડ હોય છે. આવતીકાલે એટલે કે શનિવાર અને રવિવારે ભીડ વધુ વધી શકે છે. આ જોઈને વહીવટીતંત્ર ફરી સતર્ક થઈ ગયું. ભીડ પર નજર રાખવામાં આવી રહી છે.ભક્તોને સંગમમાં રોકાવાની મંજૂરી નથી. પોલીસ ત્યાંથી સ્નાન કરી ચૂકેલા લોકોને દૂર કરી રહી છે, જેથી એક જગ્યાએ ભીડ એકઠી ન થાય. પ્રયાગરાજ શહેરમાં વાહનો પ્રવેશી રહ્યા છે. જોકે, પોલીસ ભીડ પ્રમાણે યોજના બદલી રહી છે.મહાકુંભના મોટાભાગના અખાડાઓએ હવે સામાન પેક કરવાનું શરૂ કરી દીધું છે. એટલા માટે ભક્તોને અખાડાઓમાં પ્રવેશવાની મંજૂરી નથી. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 40 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. આ મેળો વધુ 19 દિવસ ચાલુ રહેશે.