મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં એક દિવસમાં કોરોનાના નવા ૯,૮૫૫ કેસ નોંધાયા હતા, જેને કારણે કુલ કેસની સંખ્યા વધીને રાજ્યમાં ૨૧,૭૯,૧૮૫ થઈ છે. કોરોનાને કારણે એક દિવસમાં ૪૨ દર્દીના મોત થયા હતા, પરિણામે રાજ્યમાં કુલ મૃત્યુ પામનારાની સંખ્યા ૫૨,૨૮૦ થઈ છે, એમ આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવાયું હતું. મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૧૧૨૧ કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈ સર્કલમાં કોરોનાના નવા દરદીની સંખ્યા વધીને ૨૨૦૯ થઈ છે. મુંબઈમાં ૬ દર્દીના મોત થયા હતા. મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા વધીને ૩,૨૮,૭૪૨ થઈ છે.નાશિક સર્કલમાં કોરોનાના ૧૬૨૫ નવા કેસ નોંધાયા છે, જ્યારે પુણે સર્કલમાં ૧૯૪૯, કોલ્હાપુર સર્કલમાં ૧૦૬, ઔરંગાબાદ સર્કલમાં ૬૭૨, લાતુર સર્કલમાં ૨૩૬, આકોલા સર્કલમાં ૧૬૫૭ અને નાગપુર સર્કલમાં ૧૪૦૧ નવા દરદી નોંધાયા છે. રાજ્યમાં અત્યારે ૩,૬૦,૫૦૦ દરદી હોમ ક્વોરન્ટાઈન છે, જ્યારે ૩,૭૦૧ દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે.