વિશ્વવિખ્યાત મકબરા તાજમહેલમાં બોમ્બની ખબર ખોટી

0
5
આગ્રાના લોહામંડી થાણામાં યુપી પોલીસને કોઈએ બોમ્બ હોવાની સૂચના આપી હતી. ફોન કરીને બોમ્બ અંગે જણાવનારો યુવાન ફિરોજાબાદનો રહેવાસી છે અને સૈનિક ભરતી રદ્દ થવાથી નારાજ થઈને તેણે આ પગલું ભર્યું હતું
આગ્રાના લોહામંડી થાણામાં યુપી પોલીસને કોઈએ બોમ્બ હોવાની સૂચના આપી હતી. ફોન કરીને બોમ્બ અંગે જણાવનારો યુવાન ફિરોજાબાદનો રહેવાસી છે અને સૈનિક ભરતી રદ્દ થવાથી નારાજ થઈને તેણે આ પગલું ભર્યું હતું

નવી દિલ્હી: વિશ્વની 7 અજાયબી પૈકીના એક તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચાર મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, બાદમાં તે ખોટી માહિતી હોવાનું સામે આવ્યું હતું. તાજમહેલમાં બોમ્બ હોવાની સૂચના મળતા જ તેમાં હાજર પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.કોઈ અજ્ઞાત વ્યક્તિએ પોલીસને ફોન કરીને બોમ્બ હોવાની માહિતી આપી હતી. બાદમાં પોલીસે તે યુવકને કસ્ટડીમાં લીધો હતો અને તેણે નોકરી ન મળવાથી પરેશાન થઈને આ રીતે હેરાન કર્યા હોવાનું કબુલ્યુ હતું. સર્ચ ઓપરેશન બોમ્બની સૂચના મળતા જ તાજમહેલના પરિસરમાં CISFની ભારે તૈનાતી કરી દેવામાં આવી હતી અને બધી જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.આગ્રાના લોહામંડી થાણામાં યુપી પોલીસને કોઈએ બોમ્બ હોવાની સૂચના આપી હતી. ફોન કરીને બોમ્બ અંગે જણાવનારો યુવાન ફિરોજાબાદનો રહેવાસી છે અને સૈનિક ભરતી રદ્દ થવાથી નારાજ થઈને તેણે આ પગલું ભર્યું હતું. પોલીસે નંબર ટ્રેસિંગ દ્વારા તે યુવાનને શોધીને કસ્ટડીમાં લીધો હતો.  તાજમહેલમાં બોમ્બની ખબર ખોટી નીકળી છે. પોલીસે સર્ચ ઓપરેશન પૂરુ કર્યું, ફોન કરી બોમ્બ મુકવાની ધમકી આપનારની ઓળખ કરી લીધી છે. હવે પર્યટકો માટે ફરી તાજમહેલના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આગરાના આઈજીએ કહ્યું છે કે, બોમ્બની ખબર ખોટી નીકળી છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ફિરોઝાબાદમાંથી અક અજાણી વ્યક્તિએ બોમ્બની ખોટી માહિતી આપી હતી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.