Wednesday, March 11, 2026
HomeSportsટોક્યો ઓલમ્પિકમાં કોરોનાનો પગપેસારો,ખેલ ગામમાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ

ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાનો પગપેસારો,ખેલ ગામમાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. ખેલ ગામ ખાતે કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. ટોક્યો ઓલમ્પિકના આયોજકોએ કોરોનાથી સંક્રમિત અધિકારીને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરી દીધો છે. ટોક્યો 2020ના સીઈઓ તોશીરો મુટોએ આયોજનમાં સામેલ વિદેશથી આવેલા એક મહેમાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પૃષ્ટિ કરી હતી. આગામી 23 જુલાઈથી ટોક્યો ઓલમ્પિકની શરૂઆત થવાની છે. રમત શરૂ થવાના થોડા દિવસ પહેલા જ કોરોનાનો કેસ સામે આવવાથી આયોજકો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈના રોજ ખેલ ગામ ખોલવામાં આવ્યું હતું. અહીં દરરોજ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે. ઓલમ્પિક માટે આશરે 11,000 અને 24 ઓગષ્ટથી શરૂ થનારા પેરાલમ્પિક માટે લગભગ 4,400 એથલીટ્સ આવશે તેવી આશા છે. આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના કહેવા પ્રમાણે ગામમાં આવનારા આશરે 80 ટકાથી વધારે લોકોને વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે. થોડા દિવસો પહેલા કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી જાપાનની રાજધાની ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ ઈમરજન્સી 22 ઓગષ્ટ સુધી લાગુ રહેશે. તે સિવાય કોવિડ-19 મહામારીના કારણે ટોક્યો ઓલમ્પિક દર્શકો વગર જ યોજાશે. આ તરફ ભારતીય નિશાનેબાજી દળ પણ ટોક્યો પહોંચી ગયું છે. તેઓ શનિવારે સવારે 5:00 કલાકે ટોક્યો પહોંચ્યા હતા. ટીમના આગમન બાદ કરવામાં આવેલા કોવિડ-19 રિપોર્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. 

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here