કૃણાલ પંડ્યા ‘ધ ડોન ઓફ ક્રિકેટ’?: દીપક હુડા અને કૃણાલ વચ્ચે વિવાદ વકર્યો

0
16
બરોડા ક્રિકેટ એસોસિએશને (BCA) હુડાને NOC આપી દીધી છે
બરોડા ક્રિકેટ એસોસિએશને (BCA) હુડાને NOC આપી દીધી છે

ગત સત્રમાં બરોડા ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા સાથે મતભેદ થયા પછી ઓલરાઉન્ડર ક્રિકેટર દિપક હુડાએ બરોડા ટીમ સાથે છેડો ફાડ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) હુડાને NOC આપ્યા પછી આની જાણકારી BCA સેક્રેટરી અજિત લેલેએ PTIને આપી હતી. સોશિયલ મીડિયામાં ઇરફાન સહિત ફેન્સે કૃણાલ પંડ્યા પર નિશાન સાધ્યું હતું.BCAએ ગૈરવર્તણૂકના મુદ્દે દિપક હુડા પર પ્રતિબંધ લાદ્યો હતો. ત્યારપછી હુડા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની શરૂઆત પહેલા જ કેમ્પ છોડીને જતો રહ્યો હતો. હુડાએ ઘટસ્ફોટ કર્યો હતો કે મારી સાથે કૃણાલ પંડ્યાએ દુર્વ્યવહાર કર્યો છે.હુડાએ 2014માં ડેબ્યૂ કર્યું હતું અને 46 મેચમાં 9 સદી અને 15 અર્ધસદીની સહાયતાથી 2,908 રન બનાવ્યા છે. દિપક હુડા સારી બોલિંગ પણ કરી શકે છે એણે ડેબ્યૂથી અત્યારસુધી 20 વિકેટ પણ લીધી છે.દિપક હુડાએ બરોડ ટીમ સાથે છેડો ફાડ્યો હોવાના સમાચાર બહાર આવતાની સાથે જ ફેન્સ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા હતા. તેમણે કૃણાલ પંડ્યા અને હુડાના વિવાદને ટાંકીને વિવિધ પોસ્ટ શેર કરી વિરોધ કર્યો હતો.