Saturday, March 7, 2026
HomeAhmedabadCOVID-19: 70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 4002નાં મોત

COVID-19: 70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 4002નાં મોત

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ભારતમાં હાલના સમયમાં 11 લાખથી ઓછા એક્ટિવ કેસ, 24 કરોડથી વધુ લોકોને અપાઈ કોરોના વેક્સીન

શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 84,332 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,002 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,93,59,155 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 24,96,00,304 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોવિડ-19ની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 79 લાખ 11 હજાર 384 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,21,311 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 10,80,690 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,67,081 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શનિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 11 જૂન, 2021 સુધીમાં ભારતમાં કુલ 37,62,32,162 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે શનિવારના 24 કલાકમાં 19,20,477 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છેગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 481 કેસ નોંધાયા છે. જેની સામે 1256 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9985 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકા છે. અત્યાર સુધીમાં 1,97,35,809 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ થયું છેગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 72 સુરતમાં 85, વડોદરામાં 88, રાજકોટમાં 34, જૂનાગઢમાં 29, જામનગરમાં 19, ગીર સોમનાથમાં 15, ગાંધીનગર, અમરેલી, ભરુચમાં 12-12, આણંદમાં 11, નવસારી, મહીસાગરમાં 10-10, ખેડા, પોરબંદરમાં 9-9, વલસાડમાં 8, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં 7-7, પંચમહાલ, સાબરકાંઠામાં 6-6, મહેસાણામાં 5 સહિત કુલ 481 કેસ નોંધાયા છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here