ગુસુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાનો આજે પ્રારંભ થવા જઇ રહ્યો છે.. એક સો ત્રીસ દરિયાઇ માઇલની આ જળસફર દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી શરૂ થશે…જે બીજા દિવસે સવારે દીવ પહોંચીને પૂર્ણ થશે… ક્રુઝની આ રોમાંચકારી અને જીવનની યાદ સમાન મુસાફરી અંદાજે ૧૩ થી ૧૪ કલાકની રહેશે… ગેમિંગ લોંન્જ, વી.આઈ.પી. લોંન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ ૩૦૦ પેસેન્જરની કેપેસિટી ધરાવતા આ ક્રૂઝમાં અદ્યતન અને આરામદાયક સુવિધા પણ કરવામાં આવી છે…જે માટે ક્રુઝમાં ૧૬ જેટલી કેબિન તૈયાર કરવામાં આવી છે…જળમાર્ગે મુસાફરી કરવાનો શોખ ધરાવનારા સહેલાણીઓ આ સેવાનો પ્રારંભ થવાની રાહ જોઇ રહ્યાં છે.આ ક્રૂઝમાં દીવથી હજીરા અને હજીરાથી દીવનું એકબાજુનું ભાડુ એક વ્યક્તિ માટે 900 રૂપિયા છે. જ્યારે રિટર્ન ટિકિટ સાથે લો તો તમને એક ટિકિટના 1700 રૂપિયા પડશે. ચાર માસ પૂર્વે જ માન. પ્રધાનમંત્રીશ્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધો છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે તા. 31-03-21ના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે.