શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે મંગળવારે નિધન થયું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશના સૌથી પ્રતિષ્ઠિત કારોબારી ધરાનોમાંથી એક છે. જેનો કારોબાર કન્સ્ટ્રક્શન, એન્જિનિયરિંગ, રિઅલ એસ્ટેટ સહિત ઘણા અન્ય સેક્ટરોમાં ફેલાયેલો છે. શાપૂરજી પાલોનજી ગ્રુપનો કારોબાર વિશ્વના 50 દેશોમાં ફેલાયેલો છે.પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં થયો હતો. પાલોનજી મિસ્ત્રીની પાસે 1.02 લાખ કરોડ રૂપિયા(55 બિલિયન અમેરિકન ડોલર)ની સંપત્તિ છે. તે વિશ્વના 143માં સૌથી અમીર વ્યક્તિ હતા. તે સાર્વજનિક કાર્યક્રમોમાં ખૂબ જ ઓછી હાજરી આપતા હતા.શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની પ્રતિષ્ઠિત કંપની ટાટા સન્સમાં 18.37 ટકા હિસ્સો ધરાવે છે. થોડ વર્ષો પહેલા જ પાલોનજી મિસ્ત્રીના પુત્ર સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતા. પછીથી વિવાદના પગલે તેમણે હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું હતું.પાલોનજી મિસ્ત્રીને કારોબારી જગતમાં તેમના શાનદાર યોગદાન માટે વર્ષ 2016માં પહ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલોનજી મિસ્ત્રીના પુત્ર સાઈરસ મિસ્ત્રી પણ ટાટા સન્સના ચેરમેન રહી ચુક્યા છે.