ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી, સમર્થકોએ આરોપીને પકડીને માર માર્યો

0
7
ટિકૈત પર શાહી ફેંક્યા બાદ તેમના સમર્થકોએ તે વ્યક્તિને ઝડપી લીધો હતો,આ પછી ચંદ્રશેખરના સમર્થકો અને રાકેશ ટિકૈતના સમર્થકો વચ્ચે ખુરશીઓ વડે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ
ટિકૈત પર શાહી ફેંક્યા બાદ તેમના સમર્થકોએ તે વ્યક્તિને ઝડપી લીધો હતો,આ પછી ચંદ્રશેખરના સમર્થકો અને રાકેશ ટિકૈતના સમર્થકો વચ્ચે ખુરશીઓ વડે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન ધક્કામુક્કી બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ પછી રાકેશ ટિકૈતના સમર્થકોએ આરોપીને પકડીને માર માર્યો હતો. આ ઘટના પછી, કાર્યક્રમમાં ઉગ્રતાપૂર્વક એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી હતી. હાલની માહિતી મુજબ આ ઘટના બાદ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.સ્થાનિક મીડિયા અનુસાર, ટિકૈત પર શાહી ફેંક્યા બાદ તેમના સમર્થકોએ તે વ્યક્તિને ઝડપી લીધો હતો. આ પછી ચંદ્રશેખરના સમર્થકો અને રાકેશ ટિકૈતના સમર્થકો વચ્ચે ખુરશીઓ વડે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.કહેવામાં આવી રહ્યું છે કે આ શાહી સ્થાનિક ખેડૂત નેતા કે ચંદ્રશેખરના સમર્થકોએ ફેંકી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે જ્યારે પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોએ ટિકૈતને પૂછ્યું કે ખેડૂત નેતા ચંદ્રશેખર વિશે તમારું શું કહેવું છે? આ મુદ્દે જવાબ આપતા ટિકૈતે કહ્યું કે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ સાંભળીને ચંદ્રશેખરના સમર્થકો ગુસ્સે થઈ ગયા અને ટિકૈત પર શાહી ફેંકી હતી.રાકેશ ટિકૈતે કહ્યું કે અહીં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં આવી ન હતી. આ સરકારની મિલીભગતથી કરવામાં આવ્યું છે.