Monday, September 7, 2026
HomeAhmedabadઆંગણવાડી કર્મીઓ પર કામનું ભારણ ઘટાડી વેતન વધારવાની માગ 

આંગણવાડી કર્મીઓ પર કામનું ભારણ ઘટાડી વેતન વધારવાની માગ 

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંગઠનોના પ્રમુખની આગેવાની હેઠળ આંગણવાડી બહેનો-ભાઈઓએ નવી કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ તેમના વર્ષોથી પડતર પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન આંગણવાડી કર્મચારીઓએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ સ્પષ્ટ રીતે રજૂ કરી ચીટનીશને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે રાજ્યના બજેટમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી.ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ મકરાણીએ જણાવ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓ બાળપણના પોષણ અને મહિલા આરોગ્ય માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, છતાં તેમની સાથે સતત વાયુઓરમાયુ વર્તન અને અવગણના કરવામાં આવી રહી છે. જો સરકાર આગામી બજેટમાં વેતન વધારો, કામ ઘટાડો અને કાયમી દરજ્જા અંગે સકારાત્મક નિર્ણય નહીં લે તો આગામી 12, ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.  આ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો આંગણવાડીના ભાઈઓ-બહેનો દ્વારા આગામી તા.12, ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી  હતી. પડતર પ્રશ્નોમાં મુખ્યત્વે આંગણવાડી કર્મચારીઓના વેતન વધારાની તાત્કાલિક જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. હાલ મળતું માનદ વેતન મોંઘવારીના સમયગાળામાં વેતન અપૂરતું હોવાનું જણાવી કર્મચારીઓએ નિયમિત પગાર, પેન્શનની સુવિધા અને સામાજિક સુરક્ષા આપવાની માગ કરી હતી. સાથે જ છેલ્લા કેટલાક વર્ષોમાં આંગણવાડી કર્મીઓ પર સતત વધતું કામનું ભારણ ઘટાડવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. પોષણ, આરોગ્ય, સર્વે, ચૂંટણી, ડિજિટલ રિપોર્ટિંગ સહિતના વધારાના કામથી આંગણવાડી કર્મચારીઓ પર માનસિક અને શારીરિક દબાણ વધ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here