મુંબઈથી ગોવા જતાં લક્ઝૂરિયઝ ક્રૂઝ પાર્ટીમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. તેની અટકાયત કરવામાં આવી છે અને NCBની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. NCBએ કયા આઠ લોકોની અટકાયત કરી, તેનું લિસ્ટ જાહેર કર્યું છે.’ABP’ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, NCBના સૂત્રોના મતે આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે. આ કેસમાં એક્ટરના દીકરાનું નિવેદન લેવામાં આવશે.NCBને ક્રૂઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ MDMA ડ્રગ્સની ટેબલેટ્સ તથા 10 ગ્રામ MD મળ્યું છે.1. મુનમુન ધમેચા 2. નુપૂર સારિકા 3. ઈસમીત સિંહ 4. મોહક જસવાલ 5. વિક્રાંત છોકર 6. ગોમિત ચોપરા 7. આર્યન ખાન 8. અરબાઝ મર્ચન્ટNCBના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આર્યન ખાનની પૂછપરછની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમાં આર્યન ખાન પણ સામેલ છે. વાનખેડેએ એમ પણ કહ્યું હતું કે અત્યાર સુધી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી નથી.આર્યને પૂછપરછમાં દાવો કર્યો હતો કે તેના નામે પાર્ટીમાં લોકોને ઇનવાઇટ કરવામાં આવ્યા હતા. વધુમાં આર્યને કહ્યું હતું કે તેની પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી. તેને ગેસ્ટ તરીકે પાર્ટીમાં બોલાવ્યો હતો.ક્રૂઝની અંદર ચાલતી પાર્ટીનો વીડિયો પણ NCBને મળ્યો છે અને આ વીડિયોમાં આર્યન ખાન જોવા મળે છે. આર્યને વ્હાઇટ ટી શર્ટ, બ્લૂ જીન્સ, રેડ ઓપન શર્ટ તથા કેપ પહેરી હતી. સૂત્રોના મતે, લોકો પાસેથી પેપર રોલ મળ્યા છે.NCBએ આર્યનનો ફોન જપ્ત કરી લીધો છે. ફોનમાંથી ચેટ્સ શોધવામાં આવશે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે. તે તમામના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે.