ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો. સિંગતેલના ભાવમાં 25 અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ભાવવધારાને કારણે સિંગતેલના ડબ્બાએ 2400 રૂપિયાની સપાટી કુદાવી છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2300ને પાર થયો છે. પહેલીવાર કપાસિયા તેલનો ભાવ 2300ને પાર પહોંચ્યો છે. મુખ્યતેલની સાથે- સાથે પામોલીન તેલમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.ભાવ વધારાનું મુખ્ય કારણ ડિમાન્ડ મુજબ કાચો માલ મળતો નથી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે કપાસિયા તેલમાં 15 દિવસમાં બીજી વખત ભાવવધારો આવ્યો છે અને હજુ પણ સિંગતેલ અને ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે છે. સામાન્ય દિવસોમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ત્યારે હવે તહેવારમાં તેમાં ભાવવધારો થતા લોકોને પડ્યા પર પાટુ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.મુંબઈ હાજર બજારમાં ગઈકાલે સિંગતેલના ભાવ વધી ૧૦ કિલોદીઠ રૂ.૧૪૧૦ રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવ વધી રૂ.૧૩૭૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૪૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૬૦ રહ્યા હતા.મુંબઈ હાજર બજારમાં ગઈકાલે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.આઠ વધી જાતવાર ભાવ રૂ.૧૦૯૭થી ૧૧૧૭ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ આજે કિવ.ના રૂ.૫૦ વધી રૂ.૫૯૦૦ રહ્યા હતા.વાયદા બજારની વાત કરીએ તો એરંડાના જુલાઈ વાયદો ગઈકાલે રૂ.૫૩૦૪ તથા ઓગસ્ટ વાયદાના રૂ.૫૩૫૬ બોલાઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ વાયદાના ભાવ જુલાઈના રૂ.૧૦૪૦ રહ્યા હતા સામે સોયાતેલ વાયદાના ભાવ જુલાઈના રૂ.૧૩૧૩.૪૦ તથા ઓગસ્ટના રૂ.૧૩૦૦.૯૦ બોલાઈ રહ્યા હતા.
ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, સિંગતેલનો ડબ્બો 2400 અને કપાસિયા તેલનો ડબ્બો 2300 રૂપિયાને પાર
Date: