
ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું મનોહર વેડિંગ કલેકશન ‘એકતા’માં નવીનતમ ડિઝાઈન લાવવા માટે રોમાંચિત છે. લગ્નસરા સાથે સુમેળ સાધતાં આ નવો ઉમેરો મોજૂદ વહાલું કલેકશન બહેતર બનાવે છે, જે પ્રેમ, વારસો અને આધુનિક ભવ્યતાની વાર્તાઓને એકબીજામાં સુંદર રીતે ગૂંથે છે. આ મોસમને વધુ વિશેષ બનાવવા માટે ઓરા 1લી જૂન, 2025 સુધી મર્યાદિત સમય માટે ઉપલબ્ધ થનારી ખાસ ઓફરોની શ્રેણી વિસ્તારી રહી છે. ઓરા ફાઈન જ્વેલરીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દીપુ મહેતાએ જણાવ્યું હતું કે, ‘એકતા’ – ધ વેડિંગ કલેકશન હંમેશાં ભારતીય લગ્નોના પવિત્ર અને ખુશીના પ્રવાસને સલામી છે. નવી ડિઝાઈનો અને અમારી વિશેષ મોસમી ઓફરોની રજૂઆત સાથે અમે આ અનુભવને અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે વધુ આનંદિત અને પહોંચક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ આદાનપ્રદાન અવસરોની સુંદરતાને બહેતર બનાવવાની વાત છે અને દરેક દુલ્હન અને તેના કુળ ઉત્કૃષ્ટ ડાયમંડ જ્વેલરી સાથે પોતાને સજાવવાની ખાતરી રાખી શકે છે, કારણ કે તે અવિસ્મરણીય યાદો નિર્માણ કરે છે.’’ વેડિંગ કલેકશન ‘એકતા’એ હીરાઓની રોચક મનોહરતા અને બહુમુખિતા ચાહતી દુલ્હનો અને તેમના કુળની ઉત્ક્રાંતિ પામતી ઈચ્છાઓ સાથે સુમેળ સાધવાનું ચાલુ રાખ્યું છે. તે નાજુક ઘડવામાં આવેલી હલકા વજનની કોકટેઈલ જ્વેલરીથી લઈને મનોહર સ્ટેટમેન્ટ સેટ્સ સુધી વિવિધ શ્રેણીઓ ઓફર કરીને એ ખાતરી રાખે છે કે દુલ્હનો, તેની બહેનપણીઓ, માતાઓ અને બહેનો પણ દરેક લગ્નોત્સવમાં તેજસ્વી રીતે ચમકી ઊઠે. ગ્રેડિયન્ટ લીફ મોટિફ્સથી પ્રેરિત લીલા અને લાલ રત્નો સાથે આકર્ષક ડાયમંડ જ્વેલરી સેટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ કલેકશનની હાઈલાઈટ પારંપરિક ડાયમંડ લેયર્ડ નેક્લેસીસ છે, જે સમકાલીન ખૂબીઓ સાથે પરંપરાઓનું સંમિશ્રણ છે. હલદી સમારંભ અને સ્વર્ણિમ મહેંદીથી મંત્રમુગ્ધ કરનાર સંગીત બાદ ભવ્ય લગ્ન અને લગ્નસમારંભમાં તેના રૂપાંતર સુધી ‘એકતા’ કલેકશન દરેક અવસર માટે શોભા વધારીને લગ્નૈયાઓ મનોહરતા અને સુંદરતાથી ચમકી ઊઠે તેની ખાતરી રાખે છે.ઓરા ભારતભરમાં સ્ટોર્સમાં ઉપલબ્ધ આ અદભુત ઓફર્સ સાથે આ લગ્નસરામાં વિશિષ્ટ ડાયમંડ જ્વેલરી વદુ પહોંચક્ષમ બનાવી રહી છે, જે ઓફર 1લી જૂન, 2025 સુધી માન્ય રહેશેઃ ડાયમંડ વેલ્યુ પર ફ્લેટ 25 ટકા છૂટ: ‘એકતા’ કલેકશનમાંથી અદભુત ડાયમંડ નેકલેસ (રૂ. 5 લાખથી વધુ) વસાવો અને હીરાના મૂલ્ય પર 25 ટકાનું નોંધપાત્ર ડિસ્કાઉન્ટ માણો. 0 ટકા ડાઉન પેમેન્ટ* 0 ટકા વ્યાજનું ઈએમઆઈ* *બધા ઓફરો માટે નિયમો અને શરતો લાગુ. વધુ માહિતી માટે વિઝિટ કરોઃ https://www.orra.co.in