ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને કાબૂમાં લેવા એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. ગૃહમંંત્રી અમિત શાહે રવિવારે એનડીઆરએફની ટીમને મોકલવાની જાહેરાત કરી હતી તેમજ હેલિકોપ્ટર પણ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે 24 કલાકમાં 45 જંગલ આગના મોઢામાં ધકેલાઈ ગયા છે ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત સાથે વાત કરી, જેની જાણકારી તેમને પોતાના ટ્વિટર દ્વારા આપી હતી.ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આંગ બાબતે મે પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સાથે વાત કરીને જાણકારી આપી. આગ પર કંટ્રોલ મેળવવા અને જાનમાલના નુકશાનને રોકવા માટે કેન્દ્ર સરકારે તરત જ ટીમો અને હેલિકોપ્ટર ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, રાજ્યના લગભગ 40 જિલ્લાઓમાં આગની ઘટનાઓ થઈ છે, જેમાં નૈનીતાલ, અલમોડ, ગઢવાલ, ઉત્તરકાશી, દહેરાવદૂન જેના જિલ્લા સામેલ છે, આગ પર કંટ્રોલ મેળવવા માટે લગભગ 1200 કર્મચારી કામ કરી રહ્યાં છે. રાવતે જણાવ્યું કે, તેમને કેન્દ્ર સરકાર પાસે 2 હેલિકોપ્ટરની ડિમાન્ડ કરી છે.જંગલોમાં લાગેલી આગની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે કેમ કે, પાછલા વર્ષની સરખામણીમાં 4.5 ટકા ઝડપી ફેલી રહી છે. આવી રીતની આગનું પીક ટાઈમ 15 જૂન હોય છે, તેથી 3 મહિનામાં સૌથી વધારે નુકશાનની આશંકા છે.પાછલા 4 મહિનામમાં લગભગ 1000 જંગલોમાં આગ લાગી ચૂકી છે. જ્યારે 24 કલાકમાં લગભગ 45 જંગલ આગને હવાલે થઈ ચૂક્યા છે. બગડતી સ્થિતિને જોતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પોતાની બેઠક બોલાવવી પડી છે. આગના કારણે 40 લાખ રૂપિયાના નુકશાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે