Wednesday, January 15, 2025
HomeBusinessFacebook નું સર્વર કલાકો સુધી ડાઉન, માર્ક ઝુકરબર્ગને થયું 52 હજાર કરોડનું...

Facebook નું સર્વર કલાકો સુધી ડાઉન, માર્ક ઝુકરબર્ગને થયું 52 હજાર કરોડનું નુકસાન

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

નવી દિલ્હી: Facebook Whatsapp Down: સોમવારે રાતે વિશ્વની સૌથી મોટી નેવર્કિંગ સાઈટ ફેસબુકનું સર્વર લગભગ 6 કલાક સુધી ડાઉન રહ્યું. તેનાથી ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 52 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડ્યું. ત્યારબાદ તેઓ અબજોપતિઓની યાદીમાં એક ડગલું નીચે સરકી ગયા. અત્રે જણાવવાનું કે ફેસબુકની સેવાઓ સોમવાર રાતે બંધ થઈ ગઈ અને તે સવારે 4 વાગ્યાની આસપાસ ઠીક થવા લાગી. આ દરમિયાન ફેસબુક સિવાય ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ પણ લગભગ 6 થી 7 કલાક બંધ રહી. હવે આ એપ્સે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે. ફેસબુકનું સર્વર ડાઉન થયા બાદ અમરિકી શેર બજારોમાં ફેસબુકના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો. એક જ દિવસમાં તેના શેર 5 ટકા ઘટી ગયા. મધ્ય સપ્ટેમ્બરથી તે અત્યાર સુધીમાં 15 ટકા ઘટી ચૂક્યા છે. Bloomberg Billionaires Index મુજબ ફેસબુકને થયેલા નુકસાનના કારણે માર્ક ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 120.9 બિલિયન ડોલર રહી ગઈ. ત્યારબાદ તેઓ બિલ ગેટ્સથી નીચે 5માં નંબરે પહોંચી ગયા છે. ઝુકરબર્ગ આ અગાઉ યાદીમાં ચોથા સ્થાને હતા. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં તેમની નેટવર્થમાં 19 બિલિયન ડોલરનો ઘટાડો  થયો છે. 

કંપનીના પ્રોડક્ટ્સ અને નિર્ણયોના નેગેટિવ પ્રભાવ અંગે ઈન્ટરનેટ રિસર્ચને લઈને કંપનીની જાગૃતતાને ઉજાગર કરનારા ધ વોલ સ્ટ્રીટ જર્નલના લેખોની શ્રૃંખલાની એક સૂત્ર અને વ્હિસલબ્લોઅર (ભાંડાફોડ કરનાર વ્યક્તિ) રવિવારે ’60 મિનિટ્સ’ પર જાહેર પણ થઈ ગઈ. આ જ મહિલાના હવાલે ‘ધ વોલ સ્ટ્રી જર્નલ’એ અનેક લેખ પણ પ્રકાશિત કર્યા. ફ્રાન્સિસ હોગનની ઓળખ રવિવારે ’60 મિનિટ્સ’ સાક્ષાત્કારમાં તે મહિલા તરીકે થઈ જેણે ગુમનામ રીતે Federal law enforcement in the United States સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે કંપનાના પોતાના જ રિસર્ચથી જાણવા મળે છે કે તે નફરત અને ખોટી સૂચનાઓને કેવી રીતે પ્રોત્સાહન આપે છે, જેનાથી ઘ્રુવીકરણ વધે છે અને ઈન્સ્ટાગ્રામ ખાસ કરીને કિશોરીઓના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના લેખોને ધ ફેસબુક ફાઈલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેણે કંપનીની એક એવી તસવીર રજુ કરી છે કે જે જનતાની ભલાઈ કરવાની જગ્યાએ વિકાસ અને પોતાના ખુદના હિતો પર કેન્દ્રિત છે. ફેસબુકે રિસર્ચને વધુ મહત્વ ન આપવાની કોશિશ કરી. જવાબમાં ફેસબુકે એ વાત પર ભાર મૂક્યો કે રાજનીતિક ધ્રુવીકરણ સહિત તેમના પ્રોડક્ટનો સામનો કરનારા મુદ્દા જટિલ છે અને આ  બધા ફક્ત ટેક્નોલોજીના કારણે નથી થયું. ફેસબુકના વૈશ્વિક મામલાના ઉપાધ્યક્ષ નિક ક્લેગે સીએનએનને જણાવ્યું, મને લાગે છે કે લોકોની સમજ માટે એ જરૂરી છે કે યુએસમાં રાજનીતિક ધ્રુવીકરણના મુદ્દાઓ માટે એક ટેક્નિકલ કે  ટેક્નિકલ સ્પષ્ટિકરણ હોવું જોઈએ. 

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here