અદાણી જૂથની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ નામની કંપની સ્થાપી છે. આ કંપની હેઠળ રિફાઈનરી, પેટ્રો કેમિકલ્સ કોમ્પ્લેક્સ અને સ્પેશિયાલિટી કેમિકલ યુનિટ સ્થાપવામાં આવશે. હાલ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું તેમાં પ્રભુત્વ છે.શુક્રવારે બીએસઈમાં અદાણી જૂથે આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ક્લિન એનર્જી ક્ષેત્રમાં પ્રવેશ કરવા સોલર પાવર ક્ષેત્રે 10 અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે. અદાણી જૂથના ગૌતમ અદાણી પહેલેથી જ આ ક્ષેત્રે છે. પહેલીવાર બે ગુજરાતી અબજોપતિ સામ-સામે ટકરાઈ રહ્યાં છે. આ બંને વચ્ચે સોલર પાવર પછી હવે પેટ્રો કેમિકલ ક્ષેત્રે પણ હરિફાઈ થશે તેમ મનાઈ રહ્યું છે. અત્યાર સુધી આ બંને ઉદ્યોગપતિઓ એકબીજાના ઉદ્યોગ ક્ષેત્રથી અંતર રાખતા હતા. પરંતુ અંબાણીના સોલર પ્રવેશ પછી અદાણી હવે પેટ્રોલ ક્ષેત્રે આવી રહ્યાં છે.
પહેલીવાર બંને ગુજરાતી અબજોપતિ સામસામે:ગ્રીન એનર્જીમાં અંબાણી આવ્યા તો હવે અદાણી પેટ્રોકેમિકલ્સમાં ઉતર્યાં
Date: