
ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપ (જીઇજી)નો હિસ્સો ગોદરેજ એન્ડ બોય્સના ટૂલિંગ બિઝનેસે ભારતમાં અદ્યતન રેલવે અને એરોસ્પેસ ઉપકરણોનું ઉત્પાદન કરવા માટે ઇટાલિયન ઓટોમેશન સ્પેશિયાલિસ્ટ બિસિયાચ એન્ડ કેરુ ((Bisiach & Carru) સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી. આ વ્યૂહાત્મક ભાગીદારી ભારતની ઉત્પાદન ક્ષમતાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું છે તથા સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપે છે. આ સહયોગથી શરૂઆતમાં ઉચ્ચ સ્થાનિક ઉત્પાદન સામગ્રીને લક્ષ્યમાં રખાશે તેમજ ક્ષમતાઓ વિકસિત થવાની સાથે તેમાં વધારો કરવાની યોજના છે.આ વ્યૂહાત્મક જોડાણ ભારતના ઉત્પાદનક્ષેત્રના વિકાસની સફરમાં એક મહત્વપૂર્ણ તબક્કે થઇ રહ્યું છે, જે પ્રમુખ ક્ષેત્રેમાં આત્મ-નિર્ભરતા માટેના રાષ્ટ્રના પ્રયાસો સાથે સુસંગત છે. આ ભાગીદારી ભારતીય રેલ્વે, મેટ્રો પ્રોજેક્ટ્સ અને એરોસ્પેસ ઉદ્યોગની ઝડપથી વિસ્તરતી જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ ક્ષેત્રો ભારતની માળખાગત સુવિધાઓ અને તકનીકી પ્રગતિનો મુખ્ય આધાર છે. આ ભાગીદારી અદ્યતન રોબોટિસ સ્પોટ-વેલ્ડિંગ સિસ્ટમ સહિતના ઉપકરણોનું ઉત્પાદન કરશે, જે ઉત્પાદન કાર્યક્ષમતા અને ગુણવત્તામાં વધારો કરવાની સાથે-સાથે ઉચ્ચ-ચોકસાઇવાળા જીગ્, અને ફિક્સચરનું ઉત્પાદન કરશે. તે કોચમાં બેજોડ ચોકસાઇ સુનિશ્ચિત કરે છે. ભારતની વિશિષ્ટ ઉત્પાદન જરૂરિયાતો માટે તૈયાર કરાયેલા વિશિષ્ટ ઓટોમેશન સોલ્યુશન્સ તથા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી અત્યાધુનિક એસેમ્બલી મશીનરીનો તેમાં સમાવેશ થાય છે.ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના ટૂલિંગ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ પંકજ અભયંકરે કહ્યું હતું કે, “બિસિયાચ એન્ડ કેરુ ((Bisiach & Carru )સાથેની અમારી ભાગીદારી રેલવે અને એરોસ્પેસ ઉપકરણોમાં અદ્યતન ઓટોમેશન અને પ્રિસિઝન એન્જિનિયરીંગની રજૂઆત સાથે ભારતીય ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત કરે છે. બીએન્ડસીની વૈશ્વિક ક્ષમતાઓ સાથે અમારી કુશળતાને જોડતાં અમે ભારતની ઉભરતી ઇન્ફાસ્ટ્રક્ચરની જરૂરિયાતો માટે વિશ્વ-સ્તરીય ઉકેલો પ્રદાન કરી રહ્યાં છીએ. આ સહયોગ ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝન સાથે સુસંગત છે, જેમાં સ્થાનિક ઉત્પાદન સામગ્રી વધારવા માટે સ્પષ્ટ રોડમેપ છે. આ દ્વારા અમારું લક્ષ્ય મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં ખર્ચ સ્પર્ધાત્મકતા, કાર્યક્ષમતા, ગુણવત્તા અને તકનીકી નવીનતા વધારવાનું છે.”