![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/17-2-1024x683.jpg)
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 7થી 13 ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 114,83,291 સોદાઓમાં કુલ રૂ.12,82,577.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,30,474.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11,52,086.91 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,84,260 સોદાઓમાં રૂ.87,918.03 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.84,653ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.86,360ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ.84,433ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,365ના ઉછાળા સાથે રૂ.85,809ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,652 ઊછળી રૂ.69,222 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.236ની તેજી સાથે રૂ.8,575ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,512ના ઉછાળા સાથે રૂ.85,368ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.95,699ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96,632 અને નીચામાં રૂ.92,914ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.355ના ભાવઘટાડા સાથે રૂ.95,233ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.284 ઘટી રૂ.95,088 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.318 ઘટી રૂ.95,044 બંધ થયો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 81,331 સોદાઓમાં રૂ.11,527.14 કરોડના વેપાર થયા હતા. તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.857.80ના ભાવે ખૂલી, રૂ.13.20 વધી રૂ.867.85 જ્યારે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.256.55 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.10 ઘટી રૂ.179ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.55 ઘટી રૂ.267ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 વધી રૂ.256.45 સીસુ-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.05 ઘટી રૂ.179.05 જસત-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2.55 ઘટી રૂ.266.75 બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,22,728 સોદાઓમાં રૂ.31,012. કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,221ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,411 અને નીચામાં રૂ.6,115ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.14 ઘટી રૂ.6,196 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.18 ઘટી રૂ.6,195 બંધ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.295ના ભાવે ખૂલી, રૂ.20.70 વધી રૂ.316.50 અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 20.3 વધી 316.2 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.17.61 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.53,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,700 અને નીચામાં રૂ.53,700ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.340ની તેજી સાથે રૂ.54,040ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.40 વધી રૂ.918.20 બોલાયો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.52,574.35 કરોડનાં 61,662.789 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.35,343.68 કરોડનાં 3,704.599 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.6,491.70 કરોડનાં 10,370,670 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.24,520.30 કરોડનાં 799,192,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,635.41 કરોડનાં 63,517 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.376.58 કરોડનાં 20,907 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,072.23 કરોડનાં 82,073 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,442.92 કરોડનાં 90,745 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.95 કરોડનાં 2,928 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.13.66 કરોડનાં 147.6 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,581.839 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,119.561 ટન, તાંબાના વાયદાઓમાં 22,030.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 24,857 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 4,056 ટન તથા જસત અને જસત-મિનીમાં 20,341 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 1,259,670 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 35,547,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,432 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 129.6 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.15.48 કરોડનાં 152 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 183 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20,275 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 20,500 અને નીચામાં 20,180 બોલાઈ, 320 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 254 પોઈન્ટ વધી 20,418 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.1152086.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.185673.48 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.51654.44 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.781050.09 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.119674.21 કરોડનાં કામકાજ થયાં હતાં.