
સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી (Profit-taking) અને મજબૂત ડૉલરને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાં વેચવાલી વધારી છે.આજનો કુલ કડાકો: સોનાના ભાવમાં ગત બંધ ભાવથી અત્યાર સુધીમાં ₹8862 પ્રતિ 10 ગ્રામનો જંગી ઘટાડો થયો છે. જોકે પછીથી થોડીક રિકવરી આવતાં સોનું સમાચાર લખવા સુધીમાં 178326 સધી ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના ભાવમાં ગત બંધ ભાવની સરખામણીએ એક જ દિવસમાં ₹23993 પ્રતિ કિલોનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે પછીથી એમાં પણ રિકવરી દેખાતા ચાંદી 379831 પર ટ્રેડ થઈ રહી હતી. બજારના નિષ્ણાતોના મતે, સોનું અને ચાંદી તાજેતરમાં રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યા હતા, જેના કારણે રોકાણકારોએ હવે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત, અમેરિકન ડૉલર મજબૂત થતા વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. જોકે, લાંબા ગાળા માટે ભૌગોલિક-રાજકીય તણાવને કારણે હજુ પણ સેન્ટિમેન્ટ મિશ્ર જોવા મળી રહ્યું છે.


