Saturday, September 5, 2026
HomeBusinessચાંદીમાં રૂપિયા ૪૦૦૦૦નું અને સોનામાં રૂપિયા ૨૦૦૦૦નો કડાકો 

ચાંદીમાં રૂપિયા ૪૦૦૦૦નું અને સોનામાં રૂપિયા ૨૦૦૦૦નો કડાકો 

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

 મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજીને બ્રેક વાગતાં ભાવ ટોેચ પરથી ઉંધા માથે પટકાયા હતા. ઝવેરી બજારમાં આજે એક દિવસીય કડાકામાં દૈનિક નવો રેકોર્ડ પણ સર્જાયો હતો. આજે મુબંઇ ચાંદીમાં રૂપિયા ૪૦૦૦૦નું અને દિલ્હી સોનામાં રૂપિયા ૨૦૦૦૦નો કડાકો બોલી ગયો હતો.  વિશ્વ બજારમાં આજે ભાવમાં તચીવ્ર કડાકો બોલાતાં ઘરઆંગણે આયાતી થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપી ઘટતાં તેની પાછળ દેશના ઝવેરી બજારોમાં આજેઉંચા મથાળે ગભરાટભરી વેચવાલી  જોવા મળી હતી.  દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૩૦ હજાર તૂટી જતાં ખેલાડીઓએ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔ ંસના ૫૫૪૧થી ૫૫૪૨ ડોલરથી ગબડી નીચામાં ભાવ ૫૦૦૦ ડોલરની અંદર ઉતરી ૪૯૪૩થી ૪૯૪૪ ડોલર થઈ ૫૧૦૭થી ૫૧૦૮ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોની નફારૂપી વેચવાલી નિકળી હતી.  દરમિયાન સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૧૧૯.૭૫ વાળા તૂટી નીચામાં ભાવ ૯૫.૨૬ થઈ ૧૦૧.૮૮થી ૧૦૧.૮૯ ડોલર રહ્યા હતા. ચીનની સરકારે કોમોડિટીઝના પાંચ ફંડોમૌં ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યાના સમાચારની અસર પણ વિશ્વ બજારો પર દેખાઈ હતી.દિલ્હી સોના-ચાંદી બજારમાં આજે ચાંદી રૂપિયા ૨૦૦૦૦ તૂટીને ૩,૮૪,૫૦૦ અને સોનું રૂપિયા ૧૪૦૦૦ તૂટીને ૧,૬૯,૦૦૦ ઉતરી આવ્યુ ંહતું. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૯ હજાર તતા ચાંદીના ભાવ  રૂ.૪૦ હજાર ગબડયા હતા! મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ગબડી જીએસટી વગર રૂ.૧૬૫૧૩૧ તથા ૯૯૯ના ભાવ તૂટી રૂ.૧૬૫૭૯૫ બોલાઈ ગયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર તૂટી રૂ.૩૩૯૩૫૦ના મથાળે ઉતરી ગયા હતા. ચાંદીના ભાવ આજે ચાલુ બજારે ૧૫ ટકા તૂટતાં ૧૫ વર્ષનો સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાયો હતો જ્યારે સોનાના ભાવ ૭ ટકા તૂટતાં ૨૦૧૩ પછીનો સૌૈથી મોટો  એક દિવસીય કડાકો જોવા મળ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here