આંજે ગુડી પડવો એટલે હિંદુ સંંસ્કૃતી પ્રમાણે નવા વર્ષની શરૂઆત.ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજના દિનનું ખાસ મહત્વ છે. માતાજીના નવરાત્રી ઉત્સવની સાથે મહારાષ્ટ્રના લોકો આજના દિને ખાસ પૂજા અર્ચના કરે છે. ઘરના આંગણે ગુડી ઉભી કરવામા આવે છે. તેની ઉપર નવા કપડા સાથે તાંબાનો લોટો મૂકી તેની પૂજા કરવામા આવે છે. મહારાષ્ટ્રના લોકો માટે ખાસ દિવસ

આજના દિને પ્રસાદ તરીકે ગોલ અને લીમડા ના પાંદડા વાટીને પરિવાના સભ્યોને અપાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી હોય આંજે પણ ગુડી પાડવાની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પરંપરાગત રીતે ભક્તિ ભાવથી ઉજવાય છે.