એમએક્સ પ્લેયર દ્વારા ઓસ્ટ્રેલિયન હિટ શો ડિટેક્ટિવ મેક્લીનની હિંદી આવૃત્તિ ભારતમાં રજૂ!

0
20
આ શો સ્થાનિક ભાષામાં ડબ કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શોના સૌથી વિશાળ કેટલોગને હોસ્ટ કરતી પહેલ એમએક્સ વીદેસીના ભાગરૂપ દર્શકો માટે લાવવામાં આવ્યો છે.
આ શો સ્થાનિક ભાષામાં ડબ કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શોના સૌથી વિશાળ કેટલોગને હોસ્ટ કરતી પહેલ એમએક્સ વીદેસીના ભાગરૂપ દર્શકો માટે લાવવામાં આવ્યો છે.

મોટા ભાગના કોપ શો અમુક ખતરનાક ગુનાનો ઉકેલ લાવવા તપાસ માટે સખત મહેનત કરતા અને કોકડું ઉકેલવા માટે કામ કરતા પોલીસ અધિકારીઓ વિશે હોય છે. અન્યો પોલીસ બળમાં સેવા આપનારના અંગત જીવનમાં થોડું ડોકિયું કરે છે. જોકે આ બંને પાસાંને ભાગ્યે જ અર્થપૂર્ણ રીતે વીણી લેવામાં આવે છે. હવે આ પાસું બદલાઈ જવાનું છે, કારણ કે એમએક્સ પ્લેયર દર્શકો માટે હિટ આંતરરાષ્ટ્રીય શો ડિટેક્ટિવ મેક્લીનની હિંદીમાં ડબ કરેલી આવૃત્તિ સાથે બંને વિશ્વનું શ્રેષ્ઠતમ દર્શકો માટે લાવી છે.
ડિટેક્ટિવ મેક્લીનની વાર્તા એલીસન મેક્લીન (કેલી વિલિયમ્સ) આસપાસ વીંટળાયેલી છે. તે મજબૂત અને અનુભવૂ પોલીસ ડિટેક્ટિવ છે. તેની સાથે સબર્બન સિયેટલમાં તેની માતા અને પત્ની પણ વાર્તાનો હિસ્સો છે. જ્યારે તેણી અને તેણીનો પોલીસ ભાગીદાર (ડિયોન જોન્સ્ટન)ને હુમલા માટે તેણીના ભાઈ (લ્યુક પેરી)ની ધરપકડ કરવાનું આવશ્યક બની જાય છે ત્યારે તેની દુનિયામાં ઊથલપાથલ મચી જાય છે, કારણ કે તેને સજા સંભળાવવામાં આવે છે અને તે જેલમાં જાય છે, જેને લઈ તેના બે નાના બાળકો પણ રઝળી પડે છે. આખરે તે તેમને પોતાના ઘરે લઈ જાય છે, જેને લીધે હવે પોતાની સાથે તેને ચાર બાળકોની સંબાળ લેવાની છે અને સ્થાનિક ગુનાઓનો ઉકેલ પણ લાવવાનો છે.
આ શો સ્થાનિક ભાષામાં ડબ કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શોના સૌથી વિશાળ કેટલોગને હોસ્ટ કરતી પહેલ એમએક્સ વીદેસીના ભાગરૂપ દર્શકો માટે લાવવામાં આવ્યો છે. એમએક્સ પ્લેયર દર બુધવારે બે આંતરરાષ્ટ્રીય શો રિલીઝ કરી રહી છે અને આ સપ્તાહમાં મંચે ડિટેક્ટિવ મેક્લીનની હિંદી ડબની ઘોષણા કરી છે, જે હવે મફતમાં સ્ટ્રીમ કરી શકાશે.