સુરત: સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સુરત કોર્ટે આરોપી ને તમામ ગુનામાં કસુવાર ઠેરવ્યો છે આવતી કાલે સજા માટે દલીલો થશે. સુરત જિલ્લાના કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગત 12 જાન્યુઆરીના રોજ ગિષ્માં વેકરીયા હત્યા આરોપી ફેનિલ ગોયાણી જાહેરમાં હત્યા કરાઈ હતી આ કેસ ડે ટુ ડે સુરત કોર્ટમાં ચાલતો હતો આ કેસની કાર્યવાહી માત્ર દોઠ મહિનામાં પૂર્ણ કરી છે તમામ ગુનામાં આરોપી ફેનીલ ગોયની દોષિત ઠેરવ્યો છે અને આવતી કાલે સજા મામલે બને પક્ષો દ્વારા દલીલ કરવામાં આવશે જોકે સરકારી વકીલ દ્વારા આરોપીને ફાંસીની સજા થયા તેવી દલીલ કરવાની વાત કરી હતી.
આ કેસમાં કોર્ટે કહ્યું કે વિડિયો ક્લિપ સૌથી મહત્વનો પુરાવો હતો. વિડિયો ઉતારનાર ન તો આરોપીને ઓળખે ન તો ગિષ્માં નાં પરિવારને ઓળખે છે. આરોપી જે બે કોલ કર્યા હતા ત્યારે કોઈનાં દબાણ ન હતો. બચાવ પક્ષે કહ્યું હતું આરોપીને દબાણ કરવામાં આવ્યું હતું. બચાવ પક્ષે એવું પણ કહ્યું હતું કે બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ મામલે કોર્ટે કહ્યું કે ફોટો પણ રજૂ કર્યા હતા પણ ત્રણ દિવસ સુધી ગ્રીષ્મા મોબાઈલમાં રહેલ તમામ ડેટા કોર્ટે તપાસ કરી હતી
જેમાં મરનાર ગ્રીષ્મા વેકરીયાને કોઈ પ્રેમ સબંધ હોય તેવાં પુરાવા સામે આવ્યા નથી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો તેવું કોઈ પુરવાર થઇ શક્યું નથી. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કોર્ટે પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. કોર્ટે 35 વખત વિડીયો જોઈને તપાસ કરી હતી અને 35 વખત વિડીયો જોઈને બહાર આવ્યું હતું આરોપીએ બીજુ ચપ્પુ કમરમાં રાખ્યું હતું કોર્ટે બીજુ ચપ્પુ કોર્ટે શોધી કાઢયું હતું. જોકે આ કેસની આવતીકાલે સરકારી અને બચાવ પક્ષની દલીલો બાદ આરોપી ફેનીલીને સજા સંભળાવવામાં આવશે
સરકારી પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવશે જ્યારે બચાવ પક્ષ દ્વારા આરોપી ફેનિલને ઓછામાં ઓછી સજા થાય તે અંગે દલીલ કરવામાં આવશે. આ પહેલાં સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.