નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ છેડો ફાડે, ભાજપને કોઇ ફરક પડતો નથી: દિલીપ સંઘાણી

0
5
'હાર્દિક પટેલને બીજેપીમાં લાવવો કે નહીં. તે પાર્ટી નક્કી કરશે, તે અંગે હું કાંઇ કહી શકુ નહીં.'
'હાર્દિક પટેલને બીજેપીમાં લાવવો કે નહીં. તે પાર્ટી નક્કી કરશે, તે અંગે હું કાંઇ કહી શકુ નહીં.'

અમદાવાદ: ગુજરાતમાં થોડા મહિનાઓ બાદ ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યારથી રાજકારણ ગરમાઇ ચૂક્યું છે. ગુજરાતની મોટી મોટી પાર્ટીઓમાંથી નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના હાર્દિક પટેલે ભાજપની નિર્ણય શક્તિના વખાણ કર્યા છે અને કોંગ્રેસની લીડરશીપ સામે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે આ અંગે ગુજરાત ભાજપના નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક અંગે સૂચક નિવેદન કરતા જણાવ્યુ છે કે, હાર્દિક વિશ્વાસઘાતી છે તેણે પાટીદાર સમાજમાં પહેલા કહ્યુ હતુ કે કોઇપણ પાર્ટીમાં નહીં જોડાય પરંતુ તે કોંગ્રેસમાં જોડાયો, સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને હવે ભાજપના વખાણ કરે છે. તો હાર્દિકને ભાજપમાં લાવવાના પ્રયત્ન થશે કે નહીં તે અંગે તો પાર્ટી જ નક્કી કરશે.કોંગ્રેસના હાર્દિક પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, મને વ્યક્તિગક કોઇનાથી નારાજગી નથી. મને કોંગ્રેસ સ્ટેટ લીડરશીપથી નારાજગી છે. જ્યારે પાર્ટીમાં કોઇ સાચું બોલે છે તો તેને અલગ રીતે જોવામાં આવે છે, કે આ જતો રહેવાનો છે. પાર્ટીમાં કોઇ આવી વાત કરતો હોય ત્યારે તેની સાથે ચર્ચા થવી જોઇએ કે, તે શું વિચારે છે તે શેનાથી નારાજ છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોઇપણ પાર્ટી હોય તેમાંથી કાંઇકને કાંઇક શીખવાનું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય નિર્ણયો તાત્કાલિક લેવાની ક્ષમતા વધારે છે. સાચી વસ્તુનો સ્વીકાર કરવો જરૂરી છે. ગુજરાતમાં કોંગ્રેસને ઉભુ થવું હશે તો નિર્ણય શક્તિની ક્ષમતામાં વધારો કરવો પડશે.હાર્દિક પટેલની વાત બાદ ન્યૂઝ18 ગુજરાતીએ ભાજપના મોટા નેતા દિલીપ સંઘાણી સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, સુર્ય હોય તેનું તેજ ઘુવડ સિવાય બધા જ જોતા હોય છે. કોંગ્રેસનો નેતા ભાજપના કામ માટે સારી વાત કરે તો એથી વધુ ભાજપને પ્રચાર કરવાની શું જરૂર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડે તો ભાજપને કશો જ ફેર પડવાનો નથી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે , આ સાથે સી.આર પાટીલની વ્યવસ્થા અને મોદી સાહેબનો વિશ્વાસ આગામી સમયમાં બીજેપીને વિક્રમજનક બહુમતી અપાવશે.