Sunday, March 8, 2026
HomeEntertainmentBollywoodવિકી-કેટના લગ્નમાં મહેમાનોને સિક્યોરિટી કોડ વગર એન્ટ્રી નહીં મળે

વિકી-કેટના લગ્નમાં મહેમાનોને સિક્યોરિટી કોડ વગર એન્ટ્રી નહીં મળે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

7 ડિસેમ્બરના રોજ વિકી અને કેટની મહેંદી-સંગીત સેરેમની યોજાઈ હતી

વિકી અને કેટરીના 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં સામેલ થવા સેલેબ્સની અવરજવર શરૂ થઈ ગઈ છે. આ મેરેજમાં અંબાણી પરિવાર પણ આવશે એવી ચર્ચાઓ થઈ રહી છે. આ માટે ઓબેરોય હોટલમાં 5 રૂમ રિઝર્વ રખાયા છે. જોકે હજુ સુધી અંબાણી પરિવાર સવાઈ માધોપુર પહોંચ્યો નથી. એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે આ લગ્નમાં વિરાટ-અનુષ્કા, અક્ષય કુમાર અને અન્ય સેલિબ્રિટી પણ સામેલ થશે8 ડિસેમ્બર, એટલે કે આજે હલ્દી સેરેમની યોજાશે અને પછી આફ્ટર પાર્ટી થશે. 9 ડિસેમ્બરે ધામધૂમથી સવાઈ માધોપુરના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ બરવાડા મહેલમાં સાત ફેરા લેશે. એ પછી ડિનર અને પૂલ પાર્ટી રાખી છે. આ પાર્ટીમાં ફેમિલી મેમ્બર્સની સાથોસાથ સેલિબ્રિટી પણ સામેલ થશે. અત્યારસુધી આશરે 50થી વધારે મહેમાનો પહોંચી ગયા છે લગ્નમાં સુરક્ષાને લઈને ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સિક્યોરિટી કોડ વિના એન્ટ્રીની પણ મંજૂરી નથી. મંગળવારે પણ કેટલાંક વાહનોનો કાફલો પહોંચી ગયો હતો. સુરક્ષા કોડ વિના તેમને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. મંગળવારે નેહા ધુપિયા, અંગદ બેદી, ફિલ્મ-નિર્દેશક કબીર ખાન અને તેની પત્ની મિની માથુર અને અભિનેત્રી શર્વરી બાગ સિક્સ સેન્સ પહોંચ્યાં હતાં. આ ઉપરાંત કેટલાંક સેલિબ્રિટી કિડ્સ પણ લગ્નમાં ભાગ લઈ રહ્યાં છે ગઈકાલે એટલે કે 7 ડિસેમ્બરના રોજ વિકી તથા કેટની મહેંદી-સંગીત સેરેમની યોજાઈ હતી. કેટરીનાના હાથમાં સોજતથી આવેલી મહેંદી મૂકવામાં આવી હતી. વેપારીએ કેટરીના પાસેથી મહેંદીના પૈસા લીધા નહોતા.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેટરીના તથા વિકી કૌશલના પરિવારે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. આ સેરેમની અંદાજે એકથી દોઢ કલાક ચાલી હતી. મહેંદી સેરેમની બાદ સંગીત સેરેમની યોજાઈ હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here