Petrol Diesel Price:સતત વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવની સીધી અસર આપણે બજેટ પર પડી રહી છે. આ સ્થિતિ દરેક લોકો વિચારે છે કે આખરે ક્યાં વધતાં જતાં ભાવ પર નિયંત્રણ આવશે પરંતુ આ તેલનો ખેલ એટલો સરળ નથી. માનવામાં આવી રહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવ હજુ વધી શકે છે. આખરે વધતા જતાં ભાવનું કારણ શું છે.દુનિયામાં 2 સૌથી વધુ તેલ ઉત્પાદક દેશ છે. સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરબ, આ બંને દેશો વચ્ચે થોડા દિવસ પહેલા એક બેઠક યોજાવાની હતી. જે આંતરિક મતભેદના કારણે ન થઇ શકી. આ બેઠકમાં તેલ ઉત્પાદનના કોટાના લઇને વાત થવાની હતી. જેની અસર બધા જ મોટા તેલના બજાર પર પડી છે. હાલ 2014 બાદ દુનિયા ભરમાં તેલની કિંમત એક વખત ફરી રેકોર્ડ સ્તર પર છે.હવે આ મામલે બંને વચ્ચે ક્યારે વાતચીત થશે એ સવાલ છે, કારણ કે પેટ્રોલ ડિઝલ નિર્યાતક દેશ ઓપેક પ્લસ સંગઠન જેમાં રશિયા જેવા દેશ પણ સામેલ છે. જેને તેની વાતચીતને અનિશ્ચિ સમય માટે ટાળવી પડે છે. જો કે સંયુક્ત અરબ અમીરાત અને સઉદી અરબ જે એકબીજાના નજીકના હોવોનું માનવામાં આવે છે. તેમાં મતભેદ કેમ સર્જાયા.આ મતભેદ ત્યારે શરૂ થયા જ્યારે સંયુકત અરબ અમીરાતે ઓપેક પ્લસ દેશોના નેતાઓ સઉદી અરબ અને રશિયાના નેતાઓના એક પ્રસ્તાવને નામંજૂર કરી દીધો. આ બંને દેશોએ પ્રસ્તાવ એ મૂક્યો હતો કે, હજુ વધુ આઠ મહિના સુધી ઉત્પાદન સાથે લાગેલા પ્રતિબંધને બનાવી રાખવા જોઇએ.ગત વર્ષે જ્યારે કોરોનાની મહામારીની શરૂઆત થઇ હતી. તેલની ડિમાન્ડ ઓછી થઇ ગઇ હતી. ત્યારે સાઉદી અરબ અને રશિયાએ તેલથી થતી કમાણીને અકબંધ રાખવા માટે ઉત્પાદનમાં ઘટાડો કરી દીધો હતો. આ રણનિતીથી ફાયદો પણ થયો હતો. પરંતુ સંયુક્ત અરબ અમીરાત તેલ ઉત્પાદનની લિમિટ પર ફરીથી વાત કરવા ઇચ્છતો હતો. યૂઇએએ કહ્યું કે, તેને હજુ થોડું વધુ તેલ ઉત્પાદનની છૂટ મળે. જો કે સઉદી અરબ અને રશિયા તેના વિરોધમાં હતાએક્સપર્ટના મત મુજબ એક્સપોર્ટ ઓપેક કોટા તેના તેલ ઉત્પાદન ક્ષમતાના હિસાબે નથી. યૂએઇને તેમની તેલ ક્ષમતા વધારવા માટે તગડી રકમ પણ લગાવી છે.તો બીજી તરફ હવે બજારમાં તેલની ડિમાન્ડ પણ વધી રહી છે. યૂએઇ છેલ્લા વર્ષથી ઉત્પાદન નથી વધારી શકતું. જેના કારણે તે પરેશાન છે,ઓપેકમાં બંને દેશોનો ટકરાવ, બેનામાં વધતા કોમ્પિટિશનને પણ દર્શાવે છે. એક્સપર્ટનુ માનવું છે કે જો સ્થિતિ આ જ રહી તો હજુ પેટ્રોલ ડિઝલના ભાવ વધશે અને તેની સીધી અસર નબળી વૈશ્વિક અર્થવ્યસ્થા પર પડશે. જો કે ઓપેક પ્લસ દેશો તેલ ઉત્પાદક માટે નિશ્ચિત તેના કોટેને નજરઅંદાજ કરવાનો નિર્ણય લે છે તો તેલની કિંમતમાં ધટાડો થઇ શકે છે.