
શ્રાવણ મહિનાના અંતમાં ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં આજે ગુજરાતનાં તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 ઓગસ્ટે વલસાડ, જૂનાગઢ, તાપી, નર્મદા, નવસારી, સાબરકાંઠા, વડોદરા, અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરત, મહેસાણા, રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ધરમપુરમાં 4.17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના ભેસાણમાં 3.9 ઈંચ, વલસાડના પારડીમાં 3.54 ઈંચ, તાપીના વ્યારામાં 3.27 ઈંચ, સોનગઢમાં 2.87 ઈંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતનાં કુલ 207 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો હતો.


