આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે. પાછલાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી પરંતુ આ વર્ષે જોકે પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સવારે 10 કલાકે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યુ છે.ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે.આ વખતે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ છે. રાજકોટમાં આ વખતે 85.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું છે. દાહોદ જિલ્લામાં આ વખતે 40.19 ટકા પરિણામ આવ્યું છે.લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે.