દિલ્હીના CMનું રાજકોટ એરપોર્ટ પર આગમન, સુતરની આંટી પહેરાવી આપના નેતાઓએ સ્વાગત કર્યું

0
20
આજની કેજરીવાલની સભા પર ગુજરાતના નેતાઓની નજર રહેશે
આજની કેજરીવાલની સભા પર ગુજરાતના નેતાઓની નજર રહેશે

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. બપોરે 2.30 વાગ્યે રાજકોટના એરપોર્ટ પર આગમન થયું હતું. અહીં આપના નેતાઓએ સુતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ ઇમ્પિરીયલ પેલેસ હોટલ ખાતે રવાના થયા હતા. સાંજે 6 વાગ્યે શાસ્ત્રીમેદાનમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇમ્પિરીયલ પેલેસ હોટલમાં રાત્રિ રોકાણ કરશે
આપ નેતા ઇશુદાન ગઢવીએ કાર્યક્રમની વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટથી હોટેલ ઇમ્પિરીયલ પેલેસ ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે. જેમાં પહેલા હોટલ ઇમ્પિરીયલ ખાતે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મહત્વની બેઠક યોજશે. તેમજ સાંજે 5:00 વાગ્યે પત્રકાર પરિષદ સંબોધશે. સાંજે 6થી 6:30 વાગ્યે શહેરના શાસ્ત્રીમેદાન ખાતે સભા સંબોધશે. સભા પૂર્ણ થયા બાદ હોટેલ ઇમ્પિરીયલ ખાતે ફરી આવશે. રાત્રિ રોકાણ રાજકોટમાં કર્યા બાદ 12 તારીખે સવારે રાજકોટ એરપોર્ટથી ફરી દિલ્હી જવા રવાના થશે.ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓ પણ રાજકોટ ભણી દોટ મુકવા લાગ્યા છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દાહોદમાં સભા ગજવ્યા બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે. કેજરીવાલ પહેલી વખત રાજકોટ આવી રહ્યા હોવાથી તેમને આવકારવા માટે કાર્યકરો તડામાર તૈયારી પણ કરી રહ્યા છે.આજે અરવિંદ કેજરીવાલની સભા ઉપર આખા ગુજરાતના રાજકીય નેતાઓની નજર રહેશે કેમ કે તેમની સભાને શક્તિ પ્રદર્શનની દૃષ્ટિએ પણ જોવામાં આવી રહ્યું છે.