અમદાવાદ: સુરતમાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે તેમાંય એક તરફી પ્રેમમાં એક યુવતીની જાહેરમાં ગળું કાપી હત્યા કરવાની ઘટના બની હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાછલા તેર દિવસમાં સાત હત્યાની ઘટનાઓ બની છે. ત્યારે શું સુરત ક્રાઇમ કેપિટલ સિટી બની રહ્યું છે. તેવો પ્રશ્ન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને કરતા તેમણે આ ઘટનાઓને ધૃણાસ્પદ ગણાવી હતી. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, સુરત હત્યા મામલે ગૃહ વિભાગ ડક કાર્યવાહી કરશે.અમદાવાદમાં એક રોબોટીક કાફેના ઉદ્ઘાટન પ્રસંગમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ પહોંચ્યા હતા. જ્યાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ સુરતમાં બની રહેલી હત્યાની ઘટનાઓને ધૃણાસ્પદ ગણાવી હતી. આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર બિનઅનુભવી નથી. સીએમ અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા, અનુભવી છે. તમામ મંત્રીઓ ધારાસભ્ય તરીકે જુદા જુદા કામ કરી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં જેમ કિશન ભરવાડના કેસમાં ઝડપી કામ કર્યું એમ આ કિસ્સાઓમાં પણ કામ કરશે.મને વિશ્વાસ છે કે, સુરત હત્યા મામલે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરશે. અગાઉ પણ જે પણ ગુનેગારઓએ ગુનાહિત કૃતયો કર્યા છે તેમની સામે ગુજરાતની અમારી સરકારે ગૃહ વિભાગે ઝડપથી પકડી પડ્યા. કોર્ટ અને ન્યાધીશોએ ઝડપથી કેસ ચલાવી જન્મટીપથી માંડીને ફાંસી સુધી સજા કરી છે. સરકાર, કાયદા અને ગૃહ વિભાગ મળીને કામ કરી રહ્યું છે.
કિશન ભરવાડના કેસમાં ગૃહ વિભાગે ઝડપી કામ કર્યું તેમ સુરતમાં હત્યા મામલે પણ થશે: નીતિન પટેલ
Date: