સુરત: કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો, ભાઈએ આપી મુખાગ્નિ, લાચાર માતા-પિતાનું હૈયાફાટ રૂદન

0
8
ગ્રીષ્માની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે તેના માતા-પિતા તેને છોડવા માટે તૈયાર ન હતા. તેને બાથ ભરીને બસ રડતા જ હતા અને તેની દિકરી સાથે શું થઈ ગયું બસ એ જ મનમાં વિચાર ચાલતો હતો
ગ્રીષ્માની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે તેના માતા-પિતા તેને છોડવા માટે તૈયાર ન હતા. તેને બાથ ભરીને બસ રડતા જ હતા અને તેની દિકરી સાથે શું થઈ ગયું બસ એ જ મનમાં વિચાર ચાલતો હતો

 ગ્રીષ્મા વેકરિયાનું નામ સાંભળતા જ કમકમાટી છૂટી જાય છે. કારણ કે આ દિકરીની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. ગ્રીષ્માની હત્યાને લઈને આખુ ગુજરાત હિબકે ચડ્યું છે. બધાના મનમાં આરોપી પ્રત્યે એટલો ફિટકાર વરસાવી રહ્યાં છે કે સામે આવે તો તેને જાહેરમાં સજા આપી દે. 12 ફેબ્રુઆરીએ એકતરફી પ્રેમમાં યુવકે ગ્રીષ્મા વેકરિયાની ભાઈની સામે જ ઘાતકી હત્યા કરી હતી.જો કે પિતા આફ્રિકા હોવાથી તેને આ વાતની જાણ કરાઈ ન હતી. પણ તેને કહેવામાં આવ્યું હતું કે ભાઈનો અકસ્માત થયો છે. જેથી આફ્રિકાથી પિતા આજે સવારે ઘરે પહોચ્યા હતા. જ્યાં પોતાની વ્હાલસોય દિકરીની હત્યા થઈ હોવાની જાણ થતાં જ બેભાન થઈ ગયા હતા. દિકરીની આ રીતે હત્યા થઈ હોવાનું જાણવા મળતા પિતાનું હ્રદય કંપી ઉઠ્યું હતું.આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ હતી. આજે વહેલી સવારે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગ્રીષ્માની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે તેના માતા-પિતા તેને છોડવા માટે તૈયાર ન હતા. તેને બાથ ભરીને બસ રડતા જ હતા અને તેની દિકરી સાથે શું થઈ ગયું બસ એ જ મનમાં વિચાર ચાલતો હતો.ગ્રીષ્માની માતાની સ્થિતિ જોઈને અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો પણ હિબકે ચડ્યા હતા.સ્મશાનમાં લોકોએ પણ આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગણી કરી હતી